શહેરના કેવડાવાડીમાં રાત્રીના ગંભીર અકસ્માત સર્જાયો હતો, શેરીમાં 10 મીટરની જગ્યામાં બે સ્પિડ બ્રેકર હોવાથી બાઈક ચાલક યુવકે કાબુ ગુમાવ્યો હતો અને બાઈક થાંભલા સાથે ભટકાતા તરુણનું મોત નિપજયુ હતું જયારે બાઈક ચાલકને ગંભીર ઇજા થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. મૃતક તરુણ અને ઈજાગ્રસ્ત યુવક બંને માસીયાઈ ભાઈઓ થતા હોય લગ્ન પ્રસંગમાં કેસિયો પાર્ટીમાં વગાડવા માટે ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના કેવડાવાડીમાં રહેતો સુમિત રાકેશભાઈ પરમાર (ઉ.વ.20) અને માસીસાઈ ભાઈ પરેશ મુકેશભાઈ શેખલીયા (ઉ.વ.14) બંને ગત રાત્રીના બાઈક લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે કેવડાવાળી શેરી નં-8માં એક પછી એક એમ બે સ્પિડ બ્રેકર આવતા અંધારામાં ધ્યાન પડતા ચાલક સુમિતે બાઈક પરનો કાબુ ગુમાવી દીધો હતો અને બાઈક સમેત બંને થાંભલામાં ધડાકાભેર અથડાતા ત્યાંજ ઢળી પડ્યા હતા. દરમિયાન પસાર થતા રાહદારીએ લોહી લુહાણ હાલતમાં બંનેને જોતા તાકીદે 108ને ફોન કરતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે પરેશને મૃત જાહેર કર્યો હતો અને સુમિતને ગંભીર ઇજા થવાથી દાખલ કરવામાં આવ્યો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને કરતા પોલીસ સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. ઘટનાની જાણ થતા બંનેના પરિવારજનો પણ હોસ્પિટલએ દોડી આવ્યા હતા. જ્યાં પુત્રના મૃતદેહને જોતા ઘેરો કલ્પાંત સર્જાયો હતો.
મૃત્યુ પામનાર પરેશ પાંચ બહેનમાં ત્રીજા નંબરે અને એકનો એક ભાઈ હતો. બંને રાત્રીના ભગવતીપરામાં લગ્ન પ્રસંગ હોવાથી કેસિયો પાર્ટીમાં વગડાવા માટે ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે ટૂંકા અંતરે બે સ્પિડ બ્રેકર આવતા બાઈક પરનો કાબુ ગુમાવ્યો હતો. આધરસ્તભ પુત્રના મોતથી પરિવારમાં શોક છવાયો છે. આગળની કાર્યવાહી ભક્તિનગર પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech