તમિલનાડુમાં ચૂંટણી પહેલા શશિકલાએ કરી રાજનિતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત
તમિલનાડુમાં ચૂંટણી પહેલા શશિકલાએ કરી રાજનિતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત
March 03, 2021 11:15 AM
તમિલનાડુની ચૂંટણીની બરાબર પહેલા જ શશિકલાએ મોટી જાહેરાત કરી છે. શશિકલાએ રાજનિતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તમિલનાડુમાં શશિકલાની વાપસી બાદ એઆઈએડીએમકેમાં રાજનૈતિક હિલચાર ઝડપી બની હતી.
ઉલ્લેખનીય છે કે 27 જાન્યુઆરી 2021ના રોજ શશિકલાને જેલમાંથી રાહત મળી હતી. તેઓ આવકથી વધુ સંપતિના મામલામાં જેલની સજા ભોગવી રહ્યાં હતાં.
રાજનિતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત બાદ શશિકલાએ કહ્યું હતું કે તેમણે ક્યારેય સત્તા કે પદની આશા રાખી નથી. તે હંમેશા લોકોની ભલાઈ માટે કામ કરશે અને અમ્મા (જયલલિતા)ના બતાવેલા માર્ગ ઉપર ચાલશે.