રાજકોટમાં રહેતા અને શાપરમાં કારખાનું ધરાવનાર કારખાનેદારે સાવન એન્ટરપ્રાઇઝને વાયરનો ઓર્ડર આપ્યો હોય અને આ માટે તેમણે રૂપિયા 18 લાખનું પેમેન્ટ એડવાન્સમાં કરી આપ્યું હતું. પરંતુ તેમ છતાં આરોપીએ માલ મોકલ્યો ન હતો. બાદમાં રાજકોટ આવી તપાસ કરતા આરોપીએ કહ્યા મુજબની અહીં તેની કોઈ ઓફિસ ન હોવાનું માલુમ પડતા કારખાનેદારે છેતરપિંડી અંગે શાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રાજકોટમાં કાલાવડ રોડ પર ડેકોરા વેસ્ટ હિલ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ડી-102 માં રહેતા અને શાપરમાં અંકુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જયદીપ ટ્રેડર્સ નામે વાયરનું કારખાનું ધરાવનાર કારખાનેદાર જયદીપભાઇ સુરેન્દ્રભાઈ ગઢીયા (ઉ.વ 38) દ્વારા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાવન એન્ટરપ્રાઇઝ દ્વારા વિપુલ પટેલનું નામ આપ્યું છે.
કારખાને તારે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ કારખાનામાં લોખંડનો વાયર બનાવી વેચાણ કરે છે આ વાયર બનાવવા માટે એમ.એસ. વાયર રોડની જરૂરિયાત રહેતી હોવાથી તે અલગ અલગ કારખાનામાંથી વાયરની ખરીદી કરતા હતા. ગઈ તારીખ 26/10 ના તે રાજકોટથી શાપર જઈ રહ્યા હતા ત્યારે તેને આરોપીએ ફોન કરી હું સાવન એન્ટરપ્રાઇઝ રાજકોટથી બોલું છું અમે લોખંડના એમ.એસ વાયરનો વ્યવસાય કરીએ છીએ તમારે જરૂરિયાત હોય તો કહેજો તેમ કહેતા ફરિયાદી 1 કિલો નો ભાવ પૂછતા આરોપીએ રૂપિયા 57 કહ્યા હતા. આ વાયરની બજાર કિંમત 60 રૂપિયા આસપાસ હોય આરોપી 57 માં વાયર આપતો હોવાથી ફરિયાદીએ તારીખ 28 ના આરોપીને 28,150 કિલોનો ઓર્ડર આપ્યો હતો જે ઓર્ડરનું આરોપીએ રૂપિયા 18.93 લાખનું બિલ તેને વોટ્સએપમાં મોકલ્યું હતું અને એડવાન્સ પેમેન્ટ કરવા જણાવ્યું હતું.
કારખાનેદારે કહ્યું હતું કે માલ આવશે એટલે પેમેન્ટ કરી દઈશ તમે થોડા દિવસ વાત કરી હતી આરોપીએ માલ નહીં મોકલતા અને કારખાનામાં વાયરની જરૂરિયાત હોવાથી ફરિયાદીએ તારીખ 26/11 ના તેમના ખાતામાંથી આરોપીના એકાઉન્ટમાં રૂપિયા 18 લાખનું પેમેન્ટ કરી દીધું હતું.બાદમાં આ અંગે આરોપીને વાત કરતા તેણે આવતીકાલે માલ મળી જશે તેઓ જવાબ આપ્યો હતો પરંતુ બીજા દિવસે પણ માલ નહીં મોકલતા આરોપીનો સંપર્ક કરતા તેનો ફોન બંધ આવતો હોય રાજકોટની ઓફિસે તપાસ કરતા ત્યાં કોઈ આવી ઓફિસ નહિ હોવાનું જાણવા મળતા અંતે પોતાની પાસે થયેલી આ છેતરપિંડી અંગે કારખાનેદારે ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને રાહત, માનહાનિ કેસમાં કોર્ટે આપ્યા જામીન...આ હતો મામલો
January 10, 2025 10:58 PMBZ પોન્ઝી સ્કીમના રોકાણકારો માટે ખુશીના સમાચાર: આટલા દિવસમાં નાણાં પરત કરવાની પ્રક્રિયા થશે શરૂ
January 10, 2025 10:31 PMરાજકોટ: કાલાવડ રોડ પર બેફામ કાર ચાલકનો આતંક, અનેક વાહનોને લીધા અડફેટે
January 10, 2025 10:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech