શંકર મહાદેવન અને ઝાકિર હુસૈન ગોર્જિયસ ગ્રેમી એવોર્ડથી સન્માનિત

  • February 05, 2024 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંસળી વાદક રાકેશ ચૌરસિયાને 2 એવોર્ડ,  વડાપ્રધાન મોદીનું એબન્ડન્સ ઇન મિલેટ્સ ગીત પણ હતું ગ્રેમીની રેસમાં 


સંગીત ની દુનીઆના ઓસ્કાર ગણાતા ગ્રેમી એવોર્ડ્સની 66મી આવૃત્તિ લોસ એન્જલસમાં યોજાઈ હતી. જેમ ફિલ્મોમાં ઓસ્કારને સૌથી મોટો એવોર્ડ ગણવામાં આવે છે, તેવી જ રીતે ગ્રેમીને સંગીતનો સૌથી મોટો એવોર્ડ માનવામાં આવે છે. આ વર્ષે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ એવોર્ડની રેસમાં હતા પરંતુ તેમના ગીતને એવોર્ડ મળી શક્યો નહોતો.


ગ્રેમી એવોર્ડ 2024 લોસ એન્જલસમાં યોજાયો હતો. આ વર્ષના એવોર્ડ શોમાં પીએમ નરેન્દ્ર મોદીનું ગીત પણ નોમિનેટ થયું હતું. પરંતુ આ ગીત એવોર્ડ જીતી શક્યું નહીં. ફાલ્ગુની શાહ સાથેનું તેમનું ગીત એબન્ડન્સ ઇન મિલેટ્સ ખૂબ જ લોકપ્રિય હતું અને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ માટે નામાંકિત થયું હતું. પરંતુ આ ગીતને એવોર્ડ ન મળ્યો. પરંતુ આ પછી પણ માત્ર ભારતીય મૂળના એક કલાકારને એવોર્ડ મળ્યો જ છે. આ વખતે પ્રખ્યાત તાલવાદક ઝાકિર હુસૈને આ એવોર્ડ જીત્યો હતો.


એબન્ડન્સ ઇન મિલેટ્સ ગીત પણ હતું ગ્રેમીની રેસમાં

આ ગીતની ચર્ચા વર્ષ 2023માં જ શરૂ થઈ હતી, જ્યારે પીએમ મોદીએ ફાલ્ગુની શાહનો ઉલ્લેખ કર્યો હતો અને તેને મળ્યા પણ હતા. તેણે જ ફાલ્ગુનીને બાજરી પર ગીત બનાવવાનું સૂચન કર્યું હતું. જે બાદ એબન્ડન્સ ઇન મિલેટ્સ ટાઇટલ સાથે એક ગીત બનાવવામાં આવ્યું હતું. ફાલ્ગુની શાહ અને તેના પતિ ગૌરવ શાહ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ ગીત બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ કેટેગરીમાં નોમિનેટ થયું હતું. આ ગીતના શબ્દોમાં ખુદ નરેન્દ્ર મોદીએ પણ ફાળો આપ્યો હતો. પરંતુ આ ગીત એવોર્ડ જીતી શક્યું નહીં.


ક્યા ગીતો નોમિનેટ થયા હતા?

ઘણા ગીતો બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ માટે નોમિનેટ થયા હતા. આમાં બેલા ફ્લેક, ઝાકિર હુસૈન, એડગર મેયર અને રાકેશ ચૌરસિયાનું ગીત ‘પસ્તો’ સામેલ હતું. જેણે એવોર્ડ જીત્યો હતો. આ સિવાય જે ગીતો નોમિનેટ થયા હતા તેમાં અરુજ આફતાબ, વિજય અય્યર અને સહજાદ ઈસ્માઈલનું ગીત શેડો ફોર્સેસ નોમિનેટ થયું હતું પરંતુ આ ગીત પણ એવોર્ડ જીતી શક્યું ન હતું.


બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ

શંકર મહાદેવન અને ઝાકિર હુસૈનના બેન્ડ શક્તિએ ‘ધીસ મોમેન્ટ’ માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ જીત્યો હતો. ગ્રેમીએ X પર પોસ્ટ શેર કરી અને લખ્યું, ‘ બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ વિજેતા – ‘ધીસ મોમેન્ટ’ શક્તિને અભિનંદન.’ ભારતીય સંગીતકાર અને ગ્રેમી વિજેતા રિકી કેજે સ્ટેજ પર તેમના સ્વીકૃતિ ભાષણનો વીડિયો શેર કરીને બેન્ડને અભિનંદન પાઠવ્યા છે.


ઝાકિર હુસૈને ત્રણ ગ્રેમી જીત્યા

દેશના પ્રખ્યાત તબલા વાદક ઝાકિર હુસૈન લાંબા સમયથી પોતાની કલાથી લોકોનું મનોરંજન કરી રહ્યા છે. તે આ પહેલા પણ પણ ગ્રેમી એવોર્ડ જીતી ચૂક્યા છે. પરંતુ વર્ષ 2024માં તેણે કમાલ કરી બતાવ્યું છે. આ વર્ષે તેણે ગ્રેમીમાં ધૂમ મચાવી અને 3 એવોર્ડ જીત્યા. બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પર્ફોર્મન્સ કેટેગરી ઉપરાંત પણ તેને બેસ્ટ કન્ટેમ્પરરી ઈન્સ્ટ્રુમેન્ટલ આલ્બમ અને બેસ્ટ ઈન્સ્ટ્રુમેન્ટલ કમ્પોઝિશનનો એવોર્ડ પણ મળ્યો હતો. તેમના સિવાય વાંસળી વાદક રાકેશ ચૌરસિયાને 2 ગ્રેમી એવોર્ડ મળ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application