BREAKING NEWS

અમેરિકી સૈનિકની શરમજનક કરતૂત: વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવાના મિશન પર ખેલ્યો કરોડોનો સટ્ટો; ગુપ્ત માહિતી વેચી 4 લાખ ડોલર કમાનાર સાર્જન્ટ જેલભેગો

  • April 24, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાની 'ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ' (Operation Absolute Resolve) નામની અત્યંત સંવેદનશીલ યોજનાનો ભાગ રહેલા સૈનિકે પોતાની શપથ અને દેશની સુરક્ષા સાથે છેડછાડ કરી હોવાનું સામે આવ્યું છે. સાર્જન્ટ વેન ડાઇકે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરો ક્યારે સત્તા પરથી હટશે તે મુદ્દે ઓનલાઇન પ્રિડિક્શન માર્કેટમાં દાવ લગાવીને મોટો નફો મેળવ્યો હતો.


સટ્ટાબાજીની મોડસ ઓપરેન્ડી
ચાર્જશીટ મુજબ ફોર્ટ બ્રેગમાં તૈનાત માસ્ટર સાર્જન્ટ વેન ડાઇકે ડિસેમ્બરના અંતમાં 'પોલીમાર્કેટ' (Polymarket) નામની જાણીતી પ્રિડિક્શન સાઇટ પર એક એકાઉન્ટ ખોલ્યું હતું. તેણે આશરે 32 હજાર ડોલરનો દાવ લગાવ્યો હતો કે નિકોલસ માદુરો જાન્યુઆરી સુધીમાં સત્તા પરથી બહાર થઈ જશે.


ઇનસાઇડર ટ્રેડિંગ

પ્રોસિક્યુટરનો આરોપ છે કે વેન ડાઇક આ ઓપરેશનની પ્લાનિંગમાં સામેલ હોવાથી તેની પાસે ક્લાસિફાઇડ (ગુપ્ત) માહિતી પહેલેથી જ હતી. આ માહિતીના આધારે તેણે જીત નિશ્ચિત હોવાનું જાણીને સટ્ટો રમ્યો હતો.


કરોડોની જીતે ખોલી પોલ
વેન ડાઇકની જીતેલી રકમ જ્યારે અચાનક 4 લાખ ડોલરને પાર કરી ગઈ ત્યારે તપાસ એજન્સીઓનું ધ્યાન ખેંચાયું હતું. તેણે પોતાની જીતેલી રકમને પકડાઈ જવાની બીકે પહેલા વિદેશી ક્રિપ્ટોકરન્સી વૉલ્ટમાં મોકલી અને ત્યારબાદ તેને ઓનલાઇન બ્રોકરેજ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી. તેણે 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી વચ્ચે કુલ 13 વખત સટ્ટો લગાવ્યો હતો. તેની છેલ્લી બેટ ધરપકડના ગણતરીના કલાકો પહેલા જ લાગી હતી.


કાયદાકીય ગાળિયો અને સુરક્ષા પર સવાલ

માસ્ટર સાર્જન્ટ એ આર્મીમાં એક જવાબદાર અને ટેકનિકલ એક્સપર્ટનું પદ માનવામાં આવે છે, જે જુનિયર સૈનિકો માટે ઉદાહરણ પૂરું પાડે છે. પરંતુ વેન ડાઇક પર હવે પાંચ ગંભીર ફોજદારી ગુનાઓ નોંધાયા છે:

સરકારી ગુપ્ત માહિતીની ચોરી અને દુરુપયોગ.
છેતરપિંડી અને વિશ્વાસઘાત.
લશ્કરી નિયમોનું ઉલ્લંઘન.


​​​​​​​આ ઘટનાને અમેરિકી સ્પેશિયલ ફોર્સની સુરક્ષામાં થયેલી સૌથી મોટી ચૂક માનવામાં આવે છે. કોઈ સૈનિક દેશના વ્યૂહાત્મક મિશનનો ઉપયોગ સટ્ટાબાજી અને અંગત સ્વાર્થ માટે કરે તે બાબતે પેન્ટાગોનમાં પણ ચિંતા પ્રસરી છે. હાલમાં તેને નોર્થ કેરોલિનાની કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં તેને કડક સજા થવાની પૂરેપૂરી શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application