જાણીતી અભિનેત્રી, મોડલ અને સિંગર શહનાઝ ગિલને આજે કોઈ ઓળખની જરૂર નથી. શહેનાઝ 'બિગ બોસ 13' દ્વારા લાઇમલાઇટમાં આવી હતી, આ શોમાંથી બહાર આવ્યા બાદ તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. આ સિવાય તે સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં જોવા મળી હતી. તેમાં સૌથી વધુ ચર્ચા શહેનાઝની વેઈટ લોસ જર્નીની થાય છે. શહેનાઝ ગિલે ફિટનેસમાં પણ એક માઈલસ્ટોન પાર કર્યો છે.
'બિગ બોસ 13' દરમિયાન તેનું વજન ઘણું વધારે હતું. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેણે ખૂબ જ મહેનત કરી અને તેની ઇચ્છાશક્તિના આધારે લગભગ 12 કિલો વજન ઘટાડ્યું. જોકે આ કામ તેના માટે એટલું સરળ નહોતું. તેણે એક શો દરમિયાન પોતાની ફિટનેસનું સીક્રેટ જણાવ્યું હતું.
શહનાઝ ગિલે અભિનેત્રી શિલ્પા શેટ્ટીને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફિટનેસ માટે સમયસર યોગ્ય પગલાં લેવા ખૂબ જ જરૂરી છે. તેણે કહ્યું કે વેઈટ લોસ જર્નીમાં પરિવાર અને મિત્રો સૌથી મોટી અડચણ હોય છે. તેઓ સતત તમને એવી વસ્તુઓ ખાવાનો આગ્રહ કરે છે જેનાથી વજન ઓછું કરવું શક્ય નથી. તે લોકો હંમેશા કહે છે કે 'કાલથી ડાયેટ કરજે'. આવી સ્થિતિમાં તમારે તમારી પર કંટ્રોલ રાખવો જરૂરી છે.
શહેનાઝે આ મુલાકાત દરમિયાન એમ પણ જણાવ્યું હતું કે તેણે વર્કઆઉટ કર્યા વિના કે જીમમાં ગયા વિના જ પોતાનું વજન ઘટાડ્યું છે. તેણે 70 ટકા ડાયટ કંટ્રોલ દ્વારા જ પોતાનું વજન ઘટાડ્યું છે. આ સિવાય તે પાણી પીવાને ખૂબ જ પ્રાધાન્ય આપે છે. ક્યારેક તે પાણીમાં સ્ટ્રોબેરી અને કાકડી ઉમેરીને પણ પીવે છે. આ પાણી તેની ત્વચા પર ગ્લો લાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech