શાહિદ કપૂરની ભાઇ સાથે જોવા મળી ગજબની કેમેસ્ટ્રી
શાહિદ કપૂર પોતાની એક્ટિંગથી લઇને બીજી અનેક રીતે લોકોને ફિદા કરી દે છે. આ સાથે પોતાની બોડી ફિટ રાખવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. શાહિદ કપૂર ફેન્સને અવારનવાર કોઇને કોઇ અપડેટ આપતા રહે છે. જો કે હાલમાં શાહિદ કપૂરની આ તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં એક્ટરનું ગજબનું ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યું છે. તમે શાહિદની કોઇ પણ ફિલ્મ જોશો તો તમને ખ્યાલ આવશે કે એનો લુક હંમેશા અલગ હોય છે. આ દિવસોમાં શાહિદ કપૂર જિમમાં પરસેવો પાડી રહ્યો છે. આ વિશેનો પુરાવો લેટેસ્ટ તસવીરો છેઆ સમયે સોશિયલ મિડીયામાં શાહિદ કપૂર અને ઇશાન ખટ્ટરની તસવીરો વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં બન્ને ભાઇઓએ જીમ લુક શેર કર્યો છે. આ લુક જોઇને ફેન્સ ફિદા થઇ ગયા છે.
શાહિદ કપૂરે હાલમાં કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તમે એક્ટરની સખત મહેનત જોઇ શકો છો. સોશિયલ મિડીયામાં એક્ટરે પોતાની નવી ઝલક બતાવી છે જે વાયરલ થઇ રહી છે. આ તસવીરો જોઇને ફેન્સ વખાણ કરી રહ્યા છે.
શાહિદ-ઇશાનનો માચો મેન લુક થઇ રહ્યો છે વાયરલ
શાહિદે ઇન્સ્ટા પર સન્ડે વર્કઆઉટની ત્રણ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં પહેલી અને બીજી તસવીરમાં શાહિદની સાથે ભાઇ ઇશાન ખટ્ટર પણ જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં શાહિદ અને ઇશાનનો જિમ વિયર જોવા મળી રહ્યો છે. બન્ને ભાઇઓ આ દરમિયાન મિરરમાં જોઇને પોતાના મસલ્સ ફ્લોન્ટ કરતા જોવા મળી રહ્યા છે. મસલ્સ કમાલના લાગી રહ્યા છે. ફેન્સને આ બન્ને ભાઇઓની તસવીરો ખૂબ ગમી રહી છે.
શાહિદ કપૂરનુ વર્કફ્રન્ટ
શાહિદ કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો જલદી ‘અશ્વત્થામા’માં જોવા મળશે. રોશન એન્ડ્રોયુઝના નિર્દેશનમાં બની રહેલી દેવામાં શાહિદ કપૂર પહેલી વાર સાઉથની હસીના પૂજા હેગડે સાથે જોવા મળશે. આ ફિલ્મમાં એક્ટરનો એક્શન અવતાર જોવા મળશે. ફિલ્મમાં કુબ્રા સૈતની પણ મહત્વની ભૂમિકા છે. મુવી એક એક્શન થ્રિલર છે. ફિલ્મ આ વર્ષે 11 ઓક્ટોબર 2024ના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થશે. આ સિવાય શાહિદ કપૂર એની હિટી સિરીઝ ફર્જીની સિઝન 2માં જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોસ્કોમાં PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, રશિયન કલાકારોએ હિન્દી ગીત પર કર્યુ નૃત્ય
July 08, 2024 11:40 PMજમ્મુના કઠુઆમાં સેનાના વાહન પર આતંકી હુમલો, 5 જવાન શહીદ, 5 ઘાયલ
July 08, 2024 11:36 PMગુજરાતમાં 226 વ્યાજખોરો સામે 134 FIR દાખલ
July 08, 2024 11:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech