જામનગરની કોવિડ હૉસ્પિટલમાં સેકસકાંડ...? સત્ય શું છે...?

  • June 15, 2021 04:48 PM 

અટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવી ચૂકેલી યુવતિનો મીડિયાની સામે સનસનાટીજનક આક્ષેપ: સુપરવાઈઝરો દ્વારા ફિઝીકલ રિલેશન રાખવા માટેલ દબાણ કરવામાં આવતું હોવાની ચોંકાવનારી બાબત સામે આવી:  પગાર મુદ્દે આપવામાં આવેલા આવેદનપત્ર બાદ સ્ફોટક વાતનો ધડાકો: જો યુવતિઓની મજબૂરીનો લાભ ઉઠાવીને શારીરિક શોષ કરાતું હોય તો  અત્યંત ગંભીર વાત: પોલીસ તપાસ જરુરી

 

અવાર-નવાર નૈગેટિવ બાબતોને લઈને ચચર્નિા ચાકડે રહેતી જામનગરની જીજી હૉસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગની યુવતિઓનું શારીરિક શોષણ કરવામાં આવતું હોવાની અને  દબાણપૂર્વક સેકસકાંડ ચલાવવામાં આવતું હોવાની અત્યંત ચોંકાવનારી અને સ્ફોટક વિગતો સામે આવી છે. જે યુવતિએ મીડિયા સામે ખૂલ્લંખૂલ્લા ફિઝીકલ રિલેશન રાખવા સંબંધેના કરાતાં દબાણ અંગેની વાત કરી છે તે ખૂબ જ ગંભીર બાબત છે અને આ દિશામાં જીજી હૉસ્પિટલનું તંત્ર કાંઈ કરે કે ન કરે પરંતુ જિલ્લા પોલીસ વડા દીપન ભદ્રને સમગ્ર વિગતો મેળવીને ઊંડાણ પૂર્વક તપાસ કરવી જોઈએ અને એ બાબત પ્રકાશમાં લાવવી જોઈએ કે, શું ખરેખર જીજી હૉસ્પિટલમાં અટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતી યુવતિઓનું શારીરિક શોષણ થયું છે કે નહીં?


 


 

ગઈકાલે પગાર નહીં આપવા સંબંધે સંખ્યાબંધ અટેન્ડેન્ટ સેવા સદન ખાતે ધસી ગયાં હતાં અને એક આવેદનપત્ર આપ્યું હતું જે અક્ષરસ: નીચે મુજબ છે;

 

‘‘જામનગર જીજી હૉસ્પિટલમાં અટેન્ડેન્ટ તરીકે ફરજ બાવતા કર્મચારીઓને પગાર બાકી છે અને વગર કારણોસર કોઈપણ જાણ વિના તાત્કાલિક ધોરણે છૂટ્ટા કરી દેવામાં આવ્યા છે અને તેમના સુપરવાઈઝરો દ્વારા અટેન્ડેન્ટ ભાઈ-બહેનો સાથે ગેર વર્તન બાબતે..

 

જામનગરની જીજી હૉસ્પિટલમાં હાલ અમે કોવિડ હૉસ્પિટલમાં અટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવી રહ્યાં હતાં ત્યારે અમોને હાલના બે મહિનાનો અને એક મહિનાનો પગાર આપવામાં આવેલ નથી અને કોઈપણ કારણ વિના અમોને જાણ કયર્િ વિના તાત્કાલિક ધોરણે છૂટ્ટા કરવામાં આવ્યા છે અને ત્યાંના સુપરવાઈઝરો દ્વારા કર્મચારીઓનું શોષણ તો કરવામાં તો આવે જ છે. સાથે-સાથે અટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતી બહેનો સાથે સુપરવાઈઝરો દ્વારા ગેરવર્તન કરવામાં આવે છે તો આપશ્રીને એટલી વિનંતી કે આપ શ્રી તે અમોને ન્યાય આપો.

 

જો અમારો પગાર 48 કલાકની અંદર અમને નહીં આપવામાં આવ્યો અને જે તે કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ હોય તેમના પર આપશ્રી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે લોકો 17 તારીખના રોજ ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાં પર બેસી જશું.’’

 

ઉપર મુજબ આપવામાં આવેલા આવેદનપત્રમાં અટેન્ડેન્ટ યુવતિઓના શારીરિક શોષણની વાત લખવામાં નથી આવી, માત્ર શોષણની વાત લખવામાં આવી છે... પરંતુ આ સમગ્ર ઘટનાનું કવરેજ કરવા પહોંચેલ મીડિયા સમક્ષ એક અટેન્ડેન્ટ યુવતિએ આપવીતિ દશર્વિી તેમાંથી સેકસકાંડ જેવી ગંભીર બાબતનો ભાંડાફોડ થયો છે.

 

યુવતિએ ખૂલ્લંખૂલ્લા કહ્યું છે કે, જીજી અને કોવિડ હૉસ્પિટલના સુપરવાઈઝરો અટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતી યુવતિઓને ધરાહર ફ્રેન્ડશીપ કરવા મજબૂર કરે છે, ફિઝીકલ સંબંધ બાંધવા માટેનું દબાણ કરે છે, આ બાબત ખૂબ જ ચોંકાવનારી છે.

 

આ યુવતિએ જ્યારે મીડિયાની સામે જાહેરમાં આવી ચોંકાવનારી વાત કરી છે ત્યારે જરી છે કે, જીજી હૉસ્પિટલના તંત્ર, આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા આ વિષયમાં ઊંડા ઊતરીને આ ચોંકાવનારા આક્ષેપ સંબંધે ખરાઈ કરવામાં આવે અને જો અટેન્ડેન્ટ યુવતિઓનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હોય તો કોરોના કાળમાં મોઢું કાળું કરનારા સુપરવાઈઝરો સામે પોલીસ દ્વારા ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

 

જે યુવતિએ મીડિયા સમક્ષ ફિઝીકલ સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ચોંકાવનારી વાત કરી છે, હવે જોવાનું એ છે કે આ ગંભીર બાબતે હૉસ્પિટલનું તંત્ર, વહિવટી તંત્ર અને પોલીસ તંત્ર ક્યારે અને શું પગલાં લે છે...?

 

કેટલી યુવતિઓ ભોગ બની...?: મહામારીમાં મહાપાપ કરનારા કોણ...?

 

સરકારી જીજી હૉસ્પિટલની કોવિડ હૉસ્પિટલમાં ફરજ બજાવી ચૂકેલી અટેન્ડેન્ટ યુવતિઓ સાથે ફિઝીકલ સંબંધનું દબાણ કરાતું હોવાનો સનસનીખેજ આક્ષેપ જ્યારે ખૂદ એક યુવતિ દ્વારા જ મીડિયા સમક્ષ બહાદુરીપૂર્વક કરવામાં આવ્યું છે ત્યારે હવે જરી બને છે કે, આ બાબતની ઊંડી અને સર્વગ્રાહી તપાસ થવી જોઈએ, કેટલી યુવતિઓને આ પ્રકારે પજવવામાં આવી? કેટલી યુવતિઓ મજબૂરીના કારણે હવસના પૂજારીઓને વશ થઈ? આ મહાપાપ આચરનારા કોણ? અને ખાસ કરીને કેટલી સંખ્યામાં યુવતિઓ સાથે શારીરિક શોષણ કરાયું? એ અતિ ગંભીર બાબત સપાટી પર લાવવા માટે કડક તપાસ જરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)