રાજકોટ, અમરેલી, ભાવનગર, ભુજ, ગાંધીનગર, ડીસા, વડોદરા અને અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો મંગળવારે 41 થી 44.9 ડિગ્રી સુધી પહોંચી ગયા બાદ આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની અને અમુક વિસ્તારોમાં સિવિયર હીટવેવની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
ગુજરાતમાં હજુ ત્રણ દિવસ સુધી ગરમીનું પ્રમાણ વધુ રહેશે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, નોર્થ વેસ્ટના રાજ્યોમાં આજે મહત્તમ તાપમાનમાં સામાન્ય વધઘટ રહેશે અને આવતીકાલથી તેમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થશે. જોકે આમાં ગુજરાતને લાભ મળતો નથી. ગુજરાતમાં હજુ ત્રણ દિવસ સુધી ગરમીનું પ્રમાણ વધુ રહેશે અને ત્યાર પછી એટલે કે શુક્રવારથી મહત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો ઘટાડો ચાર દિવસમાં નોંધાશે.
ગઈકાલે રાજકોટમાં 44.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું
સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હિમાચલ પ્રદેશમાં પણ હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. મંગળવારે સમગ્ર દેશમાં સૌથી ઊંચું તાપમાન રાજસ્થાનના જેસલમેરમાં 46.3 ડીગ્રી નોંધાયું હતું. ગુજરાતની વાત કરીએ તો રાજકોટમાં 44.9 અમરેલીમાં 44.5 અમદાવાદમાં 44.8 વડોદરામાં 42.4 ભાવનગરમાં 41.6 ભુજમાં 41.8 ડીસામાં 41.6 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું.
ત્રણ દિવસ સુધી વાતાવરણમાં કોઈ ફેરફારની શક્યતા નથી
દરિયાકાંઠાના વિસ્તારોમાં સવારે ભેજનું પ્રમાણ 85 થી 95 ટકા સુધી અને રાત્રે 60 થી 70 ટકા જેટલું રહે છે. ગરમી અને ભેજવાળા વાતાવરણને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં બેચેની અને અકળામણનું પ્રમાણ વધી ગયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ સુધી આ પ્રકારના વાતાવરણમાં કોઈ ફેરફારની શક્યતા નથી.
દેશના આ રાજ્યોમાં વરસાદની ચેતવણી
નોર્થ વેસ્ટ ઇન્ડિયા ને પ્રભાવીત કરે તેવું એક જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્ટ આગામી તારીખ 2ના રોજ ઉદભવી રહ્યું છે અને તેના કારણે જમ્મુ કશ્મીર લદાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદ માટેની આગાહી કરવામાં આવી છે. તામિલનાડુ અને આસામમાં સાયક્લોનિક સર્ક્યુલેશન હોવાના કારણે કર્ણાટક, આંધ્ર પ્રદેશ, પોંડીચેરી, કેરલા, તેલંગાણા, તામિલનાડુ, આસામ, મેઘાલયમાં પણ વરસાદ માટે આગાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech