લોધીકા પંથકમાં અનેક વીજ થાંભલાનો કચ્ચરઘાણ: પીજીવીસીએલ તંત્ર ધંધે લાગ્યું

  • June 19, 2023 02:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરના વાવાઝોડા અને પાંચ ઇંચ વરસાદથી પંથકમાં સેંકડો વીજ પોલનો કચ્ચરઘાણ વળી જતાં સમગ્ર વિસ્તારમાં ખોરવાયેલા વીજ પુરવઠાની સ્થિતિમાં પીજીવીસીએલ તંત્રે વાપરેલી આગમચેતીના કારણે મોટાભાગના ગામડાઓમાં વીજ પુરવઠો ચાલુ કરી દેવાયો છે. લોધીકા પંથકમાં બસો જેટલા વીજપોલ તેમજ છ ટ્રાન્સફોર્મર ધરાશાયી થયા હતાં. ખેતીવાડીનો સર્વે ચાલુ હતો. લોધીકા વીજતંત્ર દ્વારા સરકારની ગાઇડલાઇન મુજબ વીજપોલ, વાયર, ફેબ્રિકેશનના સાધનોની પુરતી વ્યવસ્થા કરી લેવામાં આવેલ હતી અને વીજતંત્રના કર્મચારીઓની ટીમો બનાવી સ્ટેન્ડ અપ રાખવામાં આવેલ હતાં. પરિણામ સ્વ‚પ વાવાઝોડા, દરમિયાન પણ વીજતંત્ર દ્વારા ઝડપી કામગીરીના દર્શન કરાવેલ હતાં અને વીજ પુરવઠો જળવાઇ રહે તેવી જહેમત ઉઠાવી હતી. જેમાં લોધીકા ગામ ઉ૫રાંત સાંગણવા, માખાવડ, રાવકી, મેંગણી, ચીભડા, અભેપર સહિત અનેક ગામોમાં ૧૭૫થી વધુ વીજપોલ ધરાશાયી થયેલ અને અંધારપટ છવાઇ ગયેલ. આવા કપરા સમયમાં વરસાદ વચ્ચે લોકોને હેરાનગતિ ના સર્જાય અને વીજ પુરવઠો જલ્દી મળી રહે તે માટે રાત દિવસ જોયા વગર અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર લોધીકાના નાયબ ઇજનેર ડી.વી.ઉનડકટ જુનિયર કે.કે.સોરઠિયા જુનિયર ઇજનેર એસ.ડી.ચાંગેલા અનવરભાઇ દોઢીયા, લાઇનમેન ચંદુભા જાડેજા સહિત પુરા સ્ટાફે જહેમત ઉઠાવી સરાહનીય કામગીરી બજાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application