શેખપાટ ગામના પાટિયા પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત

  • May 12, 2021 11:37 AM 

યુવાનનું ઘટના સ્થળે જ કણ મૃત્યુ: શોકની લાગણી

જામનગર નજીક શેખપાટ ગામના પાટિયા પાસે ટ્રેકટર અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈકચાલક શેખપાટ ગામના યુવાનનું ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયુ છે. પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

આ અકસ્માતના બનાવવી વિગત એવી છે કે જામનગર તાલુકાના શેખપાટ ગામ માં રહેતો ભરત ચનાભાઈ  સિરોયા નામનો 40 વર્ષનો યુવાન ગઇકાલે સાંજે સાડા પાંચેક વાગ્યાના અરસામાં પોતાનું જી.જે.10.એ.બી.3178 નંબરનું મોટરસાયકલ લઈને શેખપાટ ગામે થી જામનગર તરફ આવી રહ્યો હતો.

જે દરમિયાન શેખપાટ ગામના પાટિયા પાસે પૂરપાટ વેગે આવી રહેલા જી.જે.10.એડી.916 નંબરના ટ્રેકટરના ચાલકે મોટરસાયકલને હડફેટમાં લઇ લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક ના ચાલક ભરત શિરોયા ને માથાના ભાગે તેમજ શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયું હતું.

આ બનાવ અંગે મૃતકના કાકા દિનેશભાઈ કાળાભાઈ શિરોયા એ પોલીસને જાણ કરતાં પંચકોશી એ ડીવીઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધ્યો છે, અને ટ્રેક્ટર કબજે કરી લીધું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS