જામનગરમાં જૂગારના અખાડામાંથી માતા-પુત્રી સહિત 7 મહિલા ઝડપાઇ

  • May 29, 2021 01:10 PM 

કૃષ્ણનગરમાં મહિલા સંચાલિત જુગારધામ પર પોલીસનો દરોડો:રોકડ અને 5 મોબાઇલ મળી 1.88 લાખનો મુદ્દામાલ કબજે

જામનગરના કુષણનગર શેરી નંબર ત્રણમાં બ્રાહ્મણ બોર્ડીંગની બાજુમાં એક મહિલા પોતાના ભોગવટાના મકાનમાં બહારથી માણસો બોલાવીને નાંલ ઉઘરાવીને તીન પત્તીનો જુગારનો અખાડો ચલાવતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને જુગાર રમતી માતા-પુત્રી સહિત 7 મહિલાઓને રોકડ રૂપિયા, મોબાઈલ મળી કુલ 1.88 લાખના મુદ્દામાલ સાથે અટક કરી હતી, દરોડાના પગલે આ વિસ્તારમાં ચકચાર ફેલાઇ જવા પામી હતી.

જામનગરના કૃષ્ણ નગર શેરી નંબર ત્રણ માં બોડ્રિગ ની પાછળના વિસ્તારમાં રહેતી શિલ્પાબેન નીલેશ બથીયા નામની મહિલા પોતાના ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી ગંજી પત્તા વડે જુગારનો અખાડો ચલાવે છે એવી હકીકતના આધારે પોલીસે દરોડો પાડીને જુગાર રમતી શિલ્પા નિલેશ બંધીયા તથા કૃષ્ણનગર છે નંબર ત્રણ માં રહેતી રિયાબેન નીલેશ બથીયા, અહીંયા સ્કૂલની બાજુમાં જીઆઇડીસી ક્વાર્ટર રૂમ નંબર3 ખાતે રહેતી અલ્પાબેન હિતેન ગોપવાણી, હીરજી મિસ્ત્રી રોડ પર કલ્પતરુ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 305 માં રહેતી કવિતાબેન પ્રદ્યુમન શર્મા, મેહુલ પાર્ક ગાંધીનગર જલારામ મંદિર પાછળ દમયંતીબેન શાંતિ માનસેતા, જલાની જાર પાસે ચોકસી ફળીમાં રહેતી વીણાબેન દિલીપ બદીયાણી, ક્રિષ્ના કોલોની, દિગ્વિજય પ્લોટ 58માં રહેતી કોમલબેન કનૈયા ચાગલાણી ની અટકાયત કરવામાં આવી હતી.

પોલીસે દરોડા દરમિયાન રોકડ રૂપિયા 18350 ગંજી પત્તા અને 5 મોબાઈલ મળી કુલ 1, 88, 350 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામની સામે પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી,

મકાનમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડતા આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.આ દરોડાની કાર્યવાહી સીટી-સી ડિવિઝનના પી.આઈ ગોંડલીયાની સૂચનાથી પીએસઆઇ ઓડેદરા તથા સ્ટાફના ધર્મેન્દ્રસિંહ, ઓસ્માણભાઈ, ફિરોજભાઈ, પ્રદીપસિંહ, મગનભાઈ વિગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS