ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાંથી પોલીસે ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા અજય જયંતીભાઈ ગોદળીયા અને કમલેશ દિનેશભાઈ ગોદળીયાને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ડી.વી. નગર વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે મોડી રાત3 ગંજીપાના વડે જુગાર રમી રહેલા રસીદ આદમ સંઘાર, નજીર દાઉદ સુંભણીયા, ઈશાક ઓસમાણ ચમડિયા અને મહેબૂબ સુમાર ગજીયા નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણમાં અકબર ઉર્ફે ડાડો મમુ સૈયદ નામનો શખ્સ ફરાર જાહેર થયો છે. ભાણવડ પોલીસે આંબરડી ગામના સંજય રણમલ કોટા નામના 28 વર્ષના શખ્સને વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લઇ, જરૂરી કાર્યવાહી કરી હતી.
ઝટકા મશીનના શોટે કેનેડીના યુવાનનો ભોગ લીધો
કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા દિનેશભાઈ રત્નાભાઈ નકુમ નામના 34 વર્ષના દલવાડી યુવાન પોતે ભાગમાં રાખેલી વાડીમાં નિંદામણ કરવા માટે ગયા હતા. ત્યારે કોઈ અગમ્ય કારણોસર અહીં રહેલા ઝટકા મશીનના વાયરમાં તેઓ અડકી જતા તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા રત્નાભાઈ સવજીભાઈ નકુમ (ઉ.વ. 65, રહે. કેનેડી) એ સ્થાનિક પોલીસને કરી છે.
દ્વારકામાં માછીમાર સામે કાર્યવાહી
દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં રહેતા અને માછીમારી કામ કરતા હાસમ હુસેનભાઈ ઇસ્માઈલ પટેલીયા નામના 40 વર્ષના યુવાને પોતાની અહમદી નામની બોટ દરિયામાં બીજી અન્ય હોડી સાથે ટકરાય અને માણસોની જિંદગી જોખમાય તે રીતે ફુલ સ્પીડમાં ચલાવી હતી. આટલું જ નહીં, ઉપરોક્ત માછીમાર દ્વારા માછીમારી કરવા માટે દરિયામાં જવા અંગેનું ટોકન લીધા વગર દરિયામાં જઈને લાયસન્સની શરતોને ભંગ કરતા આ અંગે દ્વારકા પોલીસે ઉપરોક્ત શખ્સ સામે જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech