તળાજા શહેરમાં ખુલ્લેઆમ લાંબા સમયથી ચાલતા યંત્ર દ્વારા ઓન લાઈન અડ્ડાપર આજે પોલીસે રેડ કરી હતી.જૂનાગઢ ના ઈસમ પાસેથી ફેનચાઈઝી મેળવીને જુગાર રમાડતા અને રમતા સાત ઈસમો ને પોલીસે ઝડપી પાડયા હતા.જુ.ધા કલમ મુજબ કાર્યવાહી કરી હતી.
તળાજાના તળાવ વિસ્તાર હીરાના કારખાનો જ્યાં આવેલ છે તે વિસ્તારના શિવ શક્તિ કોમ્પલેક્ષની એક દુકાનમા યંત્ર વડે ઓનલાઈન હાર જીત નો જુગાર રમાડવામાં આવીરહ્યા ની ચોક્કસ બાતમી મળતા સ્થળપર તપાસ કરવા માટેની જરૂરી પ્રોસીઝર કરી ને તપાસ કરતા અલગ અલગ ચિહ્ન, ચિત્ર પર જુગાર રમાડવામાં આવતો હોવાનું જાણમાં આવતા સ્થળ પર હાજર ધાર્મિક સુનિલભાઈ ચૌહાણ, પંકજ બાબુભાઈ ગુજરીયા,ચંદુ ઓધાભાઈ બારૈયા, લાલજી કાળુભાઈ જાદવ, દિનેશ ભદ્રેશભાઈ બારૈયા,ઈલિયાસ ઉસ્માનભાઈ સૈયદ, અલાજ અશરફભાઈ પઠાણ ને પોલીસ મથકે લાવી પૂછપરછ કરી હતી.જેમાં જૂનાગઢના રજની વલ્લભભાઈ નામના ઈસમ પાસેથી અલાજ પઠાણએ ફેંજાઈ ઝી મેળવી હતી.પોલીસે રોકડ સહિત ૬૭,૪૧૦રૂપિયા નો મુદ્દામાલ કબ્જે લીધોહતો. પોલીસ કર્મી એમ.એ.ગોહિલ ની સાતેય આરોપીઓ અને તપાસ દરમિયાન જે વધુ નામો ખુલ્લે તેની વિરુદ્ધ જુ.ધા કલમ ૪,૫ મુજબ પોલીસે કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છેકે તળાજા મા પ્રથમ વખત યંત્ર વડે ચાલતા જુગારના અડ્ડાનો કેસ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech