દ્વારકાના ધ્રાસણવેલ ગામે જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

  • May 17, 2021 10:58 AM 

દ્વારકાથી આશરે દસ કિલોમીટર દૂર ધ્રાસણવેલ ગામના વાડી વિસ્તારમાં આવેલા એક મંદિરની પાછળના ભાગે જાહેરમાં ગંજીપત્તા વડે તીનપતીનો જુગાર રમી રહેલા મહિપતભા રામસીંગભા માણેક, અજય જગદીશભાઈ રાઠોડ, સુજલ ઉર્ફે કાનો દિનેશભાઈ તન્ના, શબ્બીર અલ્લાઉદ્દીનખાન થૈયમ, અનવર નુરમામદભાઇ બોલીમ, હિરેન કરસનભાઈ ચાનપા, અને કેસુર આશાભાઈ સાદીયા તમને સાત શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 16,730 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS