શખ્સ સહિત ૩ ફરાર : ૨.૨૩ લાખનો મુદામાલ કબ્જે
ધ્રોલના લૈયારા ગામની ધારવાળી સીમમાં નામીચા યાસીન ઉર્ફે મોટોની વાડીની બાજુમાં ઘોડીપાસાનો જુગાર રમાતો હોય જે બાતમીના આધારે સ્થાનીક પોલીસે દરોડો પાડીને સાત શખ્સોને કુલ ૨.૨૩ લાખના મુદામાલ સાથે દબોચી લીધા હતા જયારે ૩ ફરાર થઇ ગયા હતા, જામનગરથી લૈયારા જુગાર રમવા જતા હતા.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જામનગર જીલ્લામાંથી દારુ જુગારની બદી નેસ્તનાબુદ કરવા અસરકારક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવતા નાયબ પોલીસ અધિક્ષક ગ્રામ્યના ડી.પી. વાઘેલા તથા ધ્રોલ સર્કલ પીઆઇ એ.આર. ચૌધરીના માર્ગદર્શન મુજબ સ્ટાફના પી.જી. પનારા તથા બી.એલ. ઝાલા સાથે ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દમ્યાન પો.હેડ કોન્સ કે.ડી. કામરીયા તથા એએસઆઇ એસ.પી. મોરી, પો.કોન્સ જયેશભાઇ પહેરીયાને મળેલ સંયુકત ખાનગી બાતમી હકીકત આધારે લૈયારા ગામની ધારવાળી સીમમાં યાસીન ઉર્ફે મોટો હાજી ખેરાણીની વાડીની બાજુમા જાહેર ખરાબામાં ઘોડીપાસાનો જુગાર રમતા સાત શખ્સોને રોકડ ૨૭૫૫૦, ૪ મોબાઇલ અને બે વાહન તથા ઘોડીપાસા મળી કુલ ૨.૨૩.૫૫૦ના મુદામાલ સાથે પકડી પાડયા હતા.
રેઇડ દરમ્યાન જુગાર રમતા નજીર વલી ખેરાણી રહે. લૈયારા, કમલેશ જયેશ ઉપાઘ્યાય રહે. રણજીતનગર જુનો હુડકો કવાર્ટ ૧૨૦૨, જામનગર, ઇકબાલ પુંજા ખફી રહે. નવી નિશાળ શંકરટેકરી, જામનગર, ભરત રણમલ મોઢવાડીયા રહે. નાઘેડી વાડી વિસ્તાર, જામનગર, મુસ્તાક ઉર્ફે ડાડા ગરીબશાહ ફકીર રહે. પાણીના ટાંકા પાસે, શંકરટેકરી જામનગર, સુનીલ જ્ઞાનચંદ લાલવાણી રહે. ૧૦૧ આશાદીપ એપાર્ટમેન્ટ પહેલો માળ, ૫૮ દિ.પ્લોટ હિંગળાજ ચોક, જામનગર, અલારખા હાજી બાબવાણી રહે. ધરારનગર-૨, એમપી શાહ ઉધોગનગર આવાસ કોલોની, જામનગરને પકડી લીધા હતા,
જયારે લૈયારાનો યાસીન ઉર્ફે મોટો હાજી ખેરાણી તથા જામનગર શંકરટેકરીનો શબીર અબ્બાસ સુમરા અને શંકરટેકરીનો ઇસુબ ગુલમામદ બાબવાણી નામના ૩ ઇસમો નાશી છુટયા હતા જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. તમામ સામે જુગારધારા મુજબ ફરીયાદ કરવામાં આવી હતી.
***
ધુંવાવ ગામમાં પાના ટીંચતી બે મહિલા સહિત ચારની અટક: રોકડ અને ગંજીપત્તા કબ્જે લેતી પોલીસ
જામનગરના ધુંવાવ હાઉસીંગ બોર્ડ પ્રોવિઝન સ્ટોર સામેની ગલીમાં તિનપતીનો જુગાર રમતા ૨ મહિલા સહિત ૪ની રોકડ સાથે અટકાયત કરવામાં આવી હતી.
જામનગર નજીક ધુંવાવ હાઉસીંગ બોર્ડ ખાતે જાહેરમાં તિનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પંચ-એ પોલીસે દરોડો પાડી તિનપતીનો જુગાર રમતા ધુંવાવના મંજુબેન લખુ સાડમીયા, જશીબેન લખુ સાડમીયા, ધુંવાવના સંજય ભરત ચૌહાણ અને વિજયસિંહ ભિખુભા જાડેજાને રોકડા ૩૪૦૦ તથા ગંજીપતા સાથે અટકમાં લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech