લાલપુર બાયપાસ પાસે મદિરાની મહેફીલ માણતા સાત શખ્સ સપડાયા

  • June 05, 2021 11:54 AM 

ઋષિ પાર્ટી પ્લોટમાં પોલીસ પ્રગટી: દા અને ગ્લાસ કબ્જે

જામનગરના લાલપુર બાયપાસ પાસે હોટલ પાછળ આવેલ ઋષિ પાર્ટી પ્લોટમાં કેટલાક શખ્સો મદિરાની મહેફીલ માણી રહ્યા છે તેવી બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડો પાડીને સાત શખ્સોને 500 એમએલ દા અને ગ્લાસ સાથે દબોચી લીધા હતા.

જામનગરના લાલપુર બાયપાસ પાસે આવેલ ઋષિ પાર્ટી પ્લોટમાં દાની મહેફિલ ચાલી રહી છે એવી હકીકત મળતા પોલીસે દરોડો પાડીને દાની મહેફિલ માણી રહેલા ઋષિ પાર્ટી પ્લોટ ખાતે રહેતા અને નાસ્તાની લારીવાળા રામપ્રસાદ લોહારી ઠારુ, ફેસ ટુ વિશાલ ચોક ખાતે રહેતો જીતબહાદુર ઘીનકા ઠારુ, રણજીત નગર એફ 13 માં રહેતો સરબન કરણ ઠારૂ, વિશાળ ચોકમાં રહેતો રામુ સોનગરૂ ઠારૂ, ફેસ ટુ વિશાલ ચોક પ્લોટ નંબર 552 માં રહેતો દયારામ તુલસીરામ ઠારું, રણજીત નગર ક્રિષ્ના એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતો સુરજ ભાગીરામ ઠારું, ઋષિ પાર્ટી પ્લોટ ખાતે રહેતો માયારામ ટીરામ ઠારુ નામના શખ્સોને પકડી લીધા હતા.

આ દરોડાની કાર્યવાહી સીટી-એ ડિવીઝન પીઆઇ જલુની સૂચનાથી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી પોલીસે સાત શખ્સોને દારૂની મહેફિલ માણતા પકડી પાડી તેમની પાસેથી 500 એમએલ દા અને ગ્લાસ સાથે કબજે કયર્િ હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS