ભાણવડમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા: એક ફરાર

  • March 05, 2021 10:42 AM 

ભાણવડમાં વરલી ભક્ત ઝડપાયો

ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં ઝુંપડપટ્ટી નજીક જાહેરમાં ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમી રહેલા ઈશાક ઉર્ફે દુડી હાસમ ઘુધા, મુકેશ બેજલભાઈ જાપડા, દેનેશ કાદુભાઈ હિંગોરા, દાઉદ રેમતુલ્લાભાઈ હિંગોરા, ઈશાક નુરમામદભાઈ ઘુઘા, કાદુ ઈશાભાઈ હિંગોરા, અને બાલા કાદુભાઈ હિંગોરા નામના કુલ સાત શખ્સોને પોલીસે રૂપિયા 15,470 ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.

આ દરોડા દરમિયાન ઇનાજ ઈસ્માઈલ ઊર્ફે ભૂરિયો નામનો શખ્સ ફરાર થઈ ગયો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. ભાણવડ પોલીસે ઉપરોકત શખ્સો સામે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની તપાસ હાથ ધરી છે.

જ્યારે ભાણવડના હુસેની ચોક વિસ્તારમાં રહેતા મામદ ઓસમાણભાઈ રૂંજા નામના 65 વર્ષના સંધિ મુસ્લિમ વૃદ્ધને સ્થાનિક પોલીસે ગત સાંજે વેરાડ નાકા પાસેથી વરલી મટકાના આંકડા વડે જુગાર રમતા ઝડપી લઇ, કુલ રૂપિયા 1250/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS