ખંભાળિયા તાબેના હરીપર ગામેથી એલસીબી પોલીસે જાહેરમાં ગંજીપત્તા વડે તીનપત્તી નામનો જુગાર રમીએ રહેલા ધીરજભાઈ કાંતિલાલ લાલ, અમુલ વસંતભાઈ પંચમતીયા, પેથા લખમણ મશુરા અને માલદે વેરશી રૂડાચને ઝડપી લઇ, રૂપિયા 16,250 રોકડા તથા રૂપિયા 25,000 ની કિંમતનું એક મોટરસાયકલ અને રૂપિયા 6,500 ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 47,750 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમ્યાન હરીપર ગામનો વિરમ હરદાસ ગઢવી નામનો શખ્સ ફરાર થઈ ગયો હોવાનું વધુમાં જાહેર થયું છે. જે અંગે ખંભાળિયા પોલીસમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
સલાયાના ડી.વી. નગર ખાતેથી પોલીસે જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા કાસમ જુનસ ગજણ, ઉમર ઈશા મોદી અને અકબર અબ્દુલ સુંભણીયાને રૂપિયા 3,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ભાણવડમાં આવી દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
ભાણવડ તાબેના પાસ્તર ગામે રહેતા કરણ ખીમાભાઈ કોડિયા તાર નામના 20 વર્ષના રબારી શખ્સને પોલીસે પોતાના ઘરના ફળિયામાં રહેલા મગફળીના ભુકામાં છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા 14,000 ની કિંમતની વિદેશી દારૂની 35 બોટલ સાથે ઝડપી લઇ, તેની સામે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણમાં સપ્લાયરની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સલાયાના દરિયામાં માછીમારી કરવા ગયેલા શખ્સ સામે કાર્યવાહી
સલાયામાં રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા અમજા સાલેમામદ સુંભણીયા નામના 25 વર્ષના માછીમાર શખ્સ દ્વારા હાલ ચોમાસામાં દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ હોવા છતાં દરિયામાં માછીમારી કરવા જતા પોલીસે તેને ઝડપી લઇ, તેની સામે જાહેરનામા ભંગ તેમજ ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech