વધુ સાત બોટ અને 40 માછીમારોના પાક. મરીન દ્વારા અપહરણ

  • March 20, 2021 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

અરબી સમુદ્રમાં પાક મરીન લુખ્ખાગીરી, દાદાગીરી અને ચાંચીયાગીરી કરીને  ગુવારે પોરબંદરની 6 બોટ અને 35 માચ્છીમારોને બંદૂકના નાળચે ઉઠાવી ગયા બાદ શુક્રવારે વધુ સાત બોટ અને 40 માછીમારોના અપહરણ કરતા કુલ બે દિ માં 13 બોટ અને 7પ માછીમારોને બંદીવાન બનાવીને લઇ જવાયા છે તેથી માછીમારોમાં રોષ ના મોજા ઉછળી રહ્યા છે.
શુક્રવારે અપહરણ
પાકીસ્તાન દ્વારા અપહરણનો સીલસીલો યથાવત રાખવામાં આવ્યો છે અને આઇએમબીએલ નજીકથી કુલ સાત બોટ અને 40 માછીમારોને બંદીવાન બનાવીને  મશીનગનના નાળચે ઉઠાવી જવાયા છે જેમાં પોરબંદરની 3, વેરાવળની 3 અને ઓખાની એક મળી કુલ સાત બોટ અને 40 માછીમારોનો સમાવેશ થાય છે.
એક મહીનામાં 145 માછીમાર અને રપ બોટ ઉઠાવાયા
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં 145 માચ્છીમારો અને રપ ફિશીંગ બોટોના પાક મરીને અપહરણ કયર્િ છે, જેમાંથી 15 ફિશીંગ બોટ પોરબંદરની હતી. જ્યારે અન્ય બોટો ઓખા અને વેરાવળની હતી. પાકિસ્તાન ઉપર અંકુશ લાવીને સરકાર દબાણ કરીને બોટોને મુક્ત કરાવે અને પકડાપકડીનો ખેલ પણ બંધ કરાવે તેવી રજુઆત ઉઠવા પામી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS