ગિરનાર પરિક્રમા કરવા આવેલ યાત્રિકો પ્રાકૃતિક સાૈંદર્ય વચ્ચે ભજન ભોજન અને ભકિતના સંગાથે જંગલ વિસ્તારમાં પરિક્રમાનો ખરા અર્થમાં આનદં માણી રહ્યા છે.યાત્રિકો જંગલમાંથી ખડખડ વહેતા ઝરણા વચ્ચે પથ કાપી રહ્યા છે. કેડી અને ચઢાણ વાળા વિસ્તારમાં કોઈક પદયાત્રી લાકડી ના સથવારે તો કોઈ પરિવારના ટેકાના સથવારે આગળ વધી રહ્યા છે. કુદરતના ખોળે પહોંચી ચાલીને આવેલા પદયાત્રાઓને જરા પણ થાક લાગતો નથી તેવું જણાવી રહ્યા છે. હજુ ૫થી છ લાખથી વધુ ભાવિકો જંગલમાં પરિક્રમાના પથ પર પ્રકૃતિનો આનદં માણી ભાવિકો પુણ્યનું ભાથુ બાંધી રહ્યા છે. ગિરનારની લીલી પરિક્રમા ગઈકાલે રાત્રે વિધિવત શરૂ તો થઈ પરંતુ તે પૂર્વે જ જંગલ વિસ્તારમાં ભાવિકો પહોંચી ગયા હોવાથી આજે બપોર સુધીમાં સાડા ૬ લાખ ભાવિકો નળ પાણીની ઘોડી વટાવી બોરદેવી ગેટ તરફ પહોંચી પરિક્રમા પૂર્ણ કરી છે. હજુ પણ જંગલ વિસ્તારમાં ભાવિકોનો પ્રવાહ પહોંચી રહ્યો છે સંભવત આ જ સાંજથી લોકોનો પ્રવાહ ઘટશે તેમ છતાં પણ પરિક્રમામાં આ વર્ષે ૧૨ લાખ પરિક્રમાથીઓ ઉમટી પડવાનું અનુમાન લગાવાયું છે. પરિક્રમામાં ઝીંગાબાવાની મઢી, કાળકાનો વડલો, શ્રવણ કાવડ, સરકડીયા હનુમાન, અને બોરદેવી સહિતના ટ યાત્રિકો ચાલ્યા બાદ નિરાંતની પળોમાં બેસી અને પરિવાર સાથે વન ભોજનનો આનદં લઈ રહ્યા છે. અનેક યાત્રિકો રાત ત્યાંજ રોકાઈ કુદરતના ખોળે નીંદર કરી રહ્યા છે. જાતે જ ઘરેથી સીધું લાવી અને દેશી ચૂલામાં તાવડી પર જાતે જ રસોઈ રાંધતી મહિલાઓ ગરમાગરમ રોટલા, બટાકાનું શાક, ચા, સંભારો બનાવી ભોજન નો આનદં માણી રહ્યા છે. પરિક્રમા કરવા આવેલા ભાવનગરના સિહોર અને જસદણના પરિવારના જણાવ્યા મુજબ છેલ્લા ૧૫ વર્ષથી પરિક્રમા કરવા નિયમિત આવીએ છીએ. ઉતાવળે પરિક્રમા પૂર્ણ કરવાના બદલે એક એક પોઇન્ટ પર રાત વાતો કરે છે દરરોજ સવાર સાંજ અવનવી વાનગી બનાવી ભોજન કરી પ્રાકૃતિક વાતાવરણ નો આનદં માણવાનો લહાવો અનેરો હોવાનું જણાવ્યું છે. પરિક્રમાના ટમાં વિવિધ સ્થળોએ અલગારી સાધુઓ પણ ધુણો ધખાવી બેસી ગયા છે. કોઈક સાધુ ચા ની પ્રસાદી આપી રહ્યા છે તો કોઈ ચલમ સળગાવી નિજાનદં આનદં માણી રહ્યા છે.પરિક્રમા કરવા આવતા ભાવિકો જંગલની પ્રકૃતિના દર્શન ઉપરાંત સાધુઓના પણ દર્શન કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMપુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
December 22, 2024 06:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech