BREAKING NEWS

ગોંડલના નવાગામે ધોળા દિવસે બંધ મકાનમાંથી સાડા સાત લાખની ચોરી

  • July 11, 2026 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલના નવાગામમાં બધં મકાનના તાળા તોડી તસ્કરો ધોળા દિવસે સેટીમાં રાખેલ રૂા.૭.૫૦ લાખના સોના–ચાંદીના ઘરેણાં ભરેલા થેલાની ચોરી કરી ગયા હતાં. પરિવાર મજુરીકામે ગયો હતો દરમિયાન બધં મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ચોરીના આ બનાવમાં જાણભેદુનો હાથ હોવાની શંકા સેવાઇ રહી છે. બનાવ અંગે સુલતાનપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
ગોંડલના લીલાખા રોડ પર આવેલ નવાગામમાં રહેતા ખેડૂત રસીકભાઈ લાલજીભાઈ રાઠોડ (ઉ.વ.૪૫) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ભાગમાં જમીન રાખી ખેતીકામ કરે છે. ગઈકાલે સવારના આઠ વાગ્યે તે તથા તેમનો નાનો ભાઈ મનસુખભાઈ દેરડી ગામે ગાડી ઉતારવાની મજુરીકામે ગયેલ હતા. જે બાદ મારી પત્ની તથા મારો દીકરો મયુર સાડા આઠ વાગ્યે ઘરેથી નીકળી પત્ની વાડીએ તથા દીકરો સડકપીપળીયા ગામે કારખાનામાં મજુરીકામે ગયો હતો. તેઓ બંને ઘરને તાળુ મારીને નીકળ્યા હતા.
સાંજના સાડા છ વાગ્યે બંને ભાઈ ઘરે પરત આવતા મકાનની ઓસરીની જાળી અને બંને મના દરવાજા ખુલ્લા જોવા મળ્યા હતા. મમાં રહેલ સેટીઓમાં રાખેલો સામાન વેર વિખેર હાલતમાં પડયો હતો.
ઓસરીના જાળીના દરવાજાનો હત્પક તથા મના દરવાજાનો હત્પક તોડી નાખ્યો હતો. જે બાદ મમાં રાખેલ સેટીઓમાંથી એક સેટીમાં સોના–ચાંદીના દાગીનાની થેલો રાખેલ હોય તે જોવા મળ્યો ન હતો. જેથી દાગીના ભરેલા થેલાની ચોરી થઇ ગયાની જાણ થઇ હતી. જે થેલામાં સાડા ત્રણ તોલાનો બુટી સહિતનો એક સોનાનો સેટ, બે તોલાનો સોનાનો હાર, ૧૬૫ ગ્રામનો ચાંદીનો કંદોરો રાખેલ હતો. જે બાદ ફરિયાદી પત્નીને વાડીએથી તેડીને ઘરે લાવી સમગ્ર બનાવની જાણ કરી હતી. દરમિયાન પુત્ર પણ મજૂરી કામેથી પરત આવી ગયો હતો.
સમગ્ર ઘટના પ્રૌઢે ગામના સરપચં અને પોલીસને જાણ કરતા બંને દોડી આવ્યા હતા. સુલતાનપુર પોલીસે . ૭.૫૦ લાખના દાગીના ભરેલા થેલાની ચોરી અંગે ગુનો નોંધી તસ્કરની શોધખોળ શ કરી હતી. પરીવાર મજૂરીએ ગયો હોય ત્યારે ધોળા દિવસે જ તસ્કરો ત્રાટકતા ચોરીની ઘટનામાં જાણભેદુંની સંડોવણી હોવાની શંકા સેવાઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application