ગુજરાતના આઈ.ટી. અને સંલ ઉધોગોને અન્ય રાજયોની સરખામણીમાં આગળ વધારવા માટે સરકારે સાત શહેરોમાં નવા આઈટી પાર્કની દરખાસ્ત કરી છે.અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં આઈટી પાર્કની દરખાસ્ત કરવામાં આવી છે. આઈસીટી કો–વકિગ સ્પેસ, માટે જગ્યાની ફાળવણી શહેરી વિકાસ સત્તાધિકારી અધિકાર હેઠળ આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતના પડોશી રાયો અને દક્ષિણના કેટલાક રાયોએ આઇટી સંબંધીત ઉધોગમાં મોટી હરણ ફાળ ભરી છે. આ પ્રગતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્રારા ૨૦૨૨–૨૭ની આઇટીઆઇ.ટી.એસ ની નીતિ બહાર પાડવામાં આવી છે જે અંતર્ગત નવીનતમ ટેકનોલોજી અને મજબૂત ઇકો સિસ્ટમ ઉભી કરવામાં આવશે આ માટે રાય સરકાર દ્રારા કેટલીક મહત્વની બાબતો પર છૂટછાટો આપવામાં આવી છે જેમાં સ્ટાર્ટઅપ અને અન્ય ટેકનીકલ ઉધોગો માટે જગ્યાની ફાળવણી કરાશે. નવીનતા, સાહસિકતાને પ્રોત્સાહિત કરવા માટે બિઝનેસ ઇન્કયુબેટર્સ પ્રોત્સાહન આપવામાં આવશે વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં રહેવા માટે થઈને સુપર કોમ્પ્યુટરિંગની સુવિધા ડેટા સેન્ટર ડિઝાઇન સેન્ટર અને ઇનોવેશન સેન્ટર બનાવવા છે
ગુજરાતને ટેકનોલોજી હબમાં પરિવર્તિત કરવાના વિઝનને સાકાર કરવા વિભાગે ૨૦૨૫–૨૬ માટે નવી યોજના રજૂ કરી છે.આ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. રાય સરકાર દ્રારા આઇટી પાર્ક અને કો વકિગ સ્પેસ સ્ટાર્ટઅપ અને નાના સાહસો માટે દરેક શહેરમાં ઓછામાં ઓછી એક હેકટર જમીન ફાળવવાનો ઇરાદો રાખવામાં આવ્યો છે સાત શહેરોમાં પાર્ક દીઠ . ૧ કરોડની ફાળવણી સાથે . ૭ કરોડ અને આઇસીટી કો–વર્ક કિંગ સ્પેસ માટે . ૧ કરોડ સાથે . ૪ કરોડની જોગવાઇ કરવામાં આવી હોવાનું સાયન્સ અને ટેકનોલોજી વિભાગના વરિ અધિકારી એ જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ
April 28, 2025 01:26 PMજામનગર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા કાશ્મીરની ઘટના માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
April 28, 2025 12:39 PMપુષ્પા 2 ફેમ શ્રીલીલાએ બાળકી દતક લીધી
April 28, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech