સેવા સદનમાં રવિવારે પણ આવકના દાખલા મળશે

  • July 03, 2021 11:01 AM 

મામલતદાર અક્ષર વ્યાસે બહાર પાડેલી અખબાર યાદી તા. 4ના રોજ સવારે 10-30 થી 6-30 સુધી લોકોની હાલાકી થશે દૂર

જામનગર શહેરમાં મામલતદાર કચેરીમાંથી આવકના દાખલા મેળવવા માટે લોકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા ઉડી રહયા છે, ખુદ કલેકટર કચેરીમાં કોઇ નિયમનું પાલન થતુ નથી, એક તરફ આર.ટી.ઇ તેમજ અન્ય સરકારી કામ માટે મામલતદારના દાખલાની જરીયાત પડે છે અને લોકોને કલાકો સુધી લાઇનમાં રહેવું પડે છે, કયારેક બીજા દિવસે પણ વારો આવે છે ત્યારે મામલતદાર અક્ષર વ્યાસે એક અખબારી યાદી બહાર પાડીને રવિવારે રજાના દિવસે પણ સેવા સદનમાં લોકોને આવકનો દાખલો મળી રહેશે તેમ જણાવ્યું છે.

આ અખબારી યાદીમાં તેમણે કહયુ છે કે જામનગર શહેર જીલ્લામાં હાલમાં નવા શૈક્ષણીક સત્રો શ થવાના કારણોસર તેમજ અન્ય હેતુ માટે મામલતદાર કચેરી દ્વારા પુરા પાડવામાં આવતા અલગ અલગ હેતુના દાખલા જેવા કે આવક, જાતી, નોન ક્રીમીલેયર, ડોમીસાઇલ, ઇડબલ્યુએસ વગેરે માટે દાખલા અપાય છે ત્યારે જાહેર જનતાના હીત માટે જામનગર શહેર મહેસુલ સેવા સદન શ સેકશન રોડ ખાતેનું જન સેવા કેન્દ્ર રવિવાર તા. 4ના રોજ સવારે 10-30 થી 6 સુધી  ચાલુ રહેશે.

છેલ્લા કેટલાય સમયથી લોકો આવકના દાખલા મેળવવા માટે ખુબ જ પરેશાન થઇ રહયા છે, માં અમૃતમ જેવી યોજનાઓ તેમજ ગરીબ અને પછાત વર્ગના મજુરોને આવકનો દાખલો અનિવાર્ય છે, ત્યારે સેવા સદનની સામે જ કેટલાક દલાલો દ્વારા ફોર્મના ા. 20 લેવામાં આવે છે અને દાખલો ભરી દેવાના ા. 50 લેવામાં આવે છે તેવી ફરીયાદો ઉઠી છે ત્યારે જીલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીની સુચનાથી રવિવારે ખાસ કેસમાં આખો દિવસ મામલતદાર કચેરીમાંથી દાખલા મળી રહેશે તેમ યાદીમાં જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)