હાર્બર મરીન પોલીસચોકી સામે પાકીસ્તાનની જુની બોટ આગમાં રાખ

  • April 13, 2021 10:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પોરબંદરમાં પોલીસચોકી નજીક મેદાનમાં રહેલી પાકીસ્તાનની જુની બોટ આગમાં રાખ થઇ ગઇ છે.સુભાષનગર વિસ્તારમાં ફાયરબ્રિગેડની કોઇ સુવિધા નહીં હોવાથી વધુ એક વખત તંત્રને રજુઆત કરવામાં આવી છે.
બનાવની વિગત એવી છે કે, પાકીસ્તાનથી ભારતીય દરિયાઇ જળસીમામાં ઘુસી આવેલ એક ફીશીંગ બોટ ભારતીય સુરક્ષા એજન્સીઓએ અંદાજે 6 વર્ષ પહેલા કબ્જે કરી હતી અને એ બોટ પોરબંદરના બંદરના બારામાં થી બહાર કાઢીને હાર્બર મરીન પોલીસચોકી નજીક સુભાષનગર વિસ્તારમાં મેદાનમાં રાખી દેવામાં આવી હતી. આ ફીશીંગ બોટમાં ગઇકાલે સાંજે અચાનક કોઇ કારણોસર આગ લાગતા જોતજોતામાં આગે તેનું વિકરાળ સ્વપ ધારણ કરી લીધું હતું અને પવનને કારણે આગના લબકારા ચારે બાજુ ફેલાઇ ગયાહતા. થોડી મીનીટોમાં તો પાકીસ્તાનની આ બોટ અગનગોળો બની ગઇ હતી. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તેમની ટીમ તાત્કાલીક દોડી ગઇ હતી અને આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ કલાકો સુધી પાણીનો મારો ચલાવવા છતાં બોટને બચાવી શકાય ન હતી અને અંતે તે રાખ થઇ ગઇ હતી. નજીકમાં આવેલી અન્ય બોટો સહિત ચા-પાનની કેબીનો સુધી આગ ફેલાતી અટકાવી શકાય હતી અન્યથા મોટી નુકશાની થઇ હોત તેવું માછીમાર આગેવાનોએ જણાવ્‌યું હતું.
તંત્રને કેટલીવાર રજુઆત કરવી?
પોરબંદરના માછીમાર આગેવાનોએ જણાવ્‌યું હતું કે, સુભાષનગર સહિત સામાકાંઠાના વિસ્તારોમાં ફાયર સેફટીની કોઇ જ સુવિદ્યા નથી. ફીશરીઝ ટર્મીનલ વિસ્તારમાં કરોડો નહીં પરંતુ અબ્જો પિયાની હજારો ફીશીંગ બોટો સમુહમાં બાંધેલી જોવા મળે છે. આ વિસ્તારમાં ભુતકાળમાં પણ અનેક વખત આગ લાગી ચુકી છે અને તેમાં બોટથી માંડીને વહાણ પણ રાખ થઇ ચુકયા છે તેમ છતાં નિંભર તંત્ર અહીંયા ફાયરસેફટીની કે ફાયરબ્રિગેડની કોઇ કાયમી વ્યવસ્થાકરી આપતું નથી તેથી આગનો બનાવ બને ત્યારે છ કી.મી. દુર થી ફાયરફાઇટરો પહોંચે એટલીવારમાં તો આગ ભયંકર સ્વપ ધારણ  કરી લેતી હોય છે. તંત્રની ભુલ પોરબંદરના માછીમારી ઉદ્યોગને પાયમાલ કરી નાખે તેટલી હદે બેદરકારી જણાય રહી છે. માટે વહેલીતકે ફાયરસેફટીની સુવિધા આપવી જોઇએ તેવી રજુઆત વધુ એક વખત માછીમાર આગેવાનોએ કરી હતી.
બોટમાં ડીઝલ નહીં હોવાથી વધુ નુકશાન અટકયું
સામાન્ય રીતે મોટાભાગની ફીશીંગ બોટો ડીઝલ ભરેલી હોય છે અને આવી બોટમાં જયારે આગ લાગે ત્યારે ડીઝલને લીધે બ્લાસ્ટ પણ થતો હોય છે પરંતુ પાકીસ્તાનની આ ફીશીંગ બોટ ઘણા વર્ષોથી ત્યાં રાખવામાં આવી હતી તેથી તેમાં ડીઝલ નહીં હોવાથી વધુ કોઇ નુકશાન થયું નથી અન્યથા આજુબાજુના વિસ્તાર ઉપર પણ મોટું જોખમ સર્જાય શકયું હોત તેવું લોકોએ જણાવ્‌યું હતું.
ફાયર બ્રિગેડે બે વખત બુઝાવી આગ
સુભાષનગર વિસ્તારમાં ગઇકાલે સાંજે બોટમાં આગ લાગી ત્યારે પોરબંદર ફાયર બ્રિગેડના જવાનોએ આગને બુઝાવી લીધી હતી અને તેઓ પરત ચાલ્યા ગયા હતા પરંતુ ત્યારબાદ લાકડામાંથી દબાયેલ દાવાનળ જેવી આગ ફરી ફાટી નિકળી હતી અને તેણે ફરી વિકરાળ સ્વપ ધારણ કરી લીધું હતું આથી ફાયર જવાનોએ બીજી વખત આગને બુઝાવવાની જહેમત ઉઠાવી હતી. નજીકમાંથી ખારવા આગેવાન હીરાભાઇએ પણ ટેન્કર ની સુવિધા આપીને આગને બુઝાવવામાં મદદ કરી હતી. અન્ય સાગરપુત્રો પણ આ કાર્યમાં સાથે જોડાયા હતા અને આગને ફેલાતી અટકાવાઇ હતી.


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS