હિન્દુ યુવતી પર દુષ્કર્મ આચરનાર વિધર્મી યુવાનની જામીન અરજી ફગાવતી સેશન્સ કોર્ટ

  • February 14, 2025 09:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગત તા.૩૦/૧૧/૨૦૨૪ ના રોજ ભોગ બનનારે એવા પ્રકારની હકીક્ત લખાવેલ કે ભોગબનનારની બહેનપણીના લગ્નમાં ગયેલ ત્યારે પરવેજ અફતાબભાઈ સફીયા તેને મળેલ અને ઓળખાણ કરી તેની પાસેથી ભોગબનનારનો મોબાઈલ નંબર લીધેલ અને અવારનવાર ભોગબનનારને મોબાઈલ ઉપર વાતચીત કરતો અને એકવાર ભોગબનનાર મોરબી મુકામે હતી ત્યારે એક કારમાં બેસી એક હોટલમાં લઈ ગયેલ અને તેની સાથે શરીર સંબંધ બાંધેલ અને ત્યારબાદ પણ ઘણીવાર ભોગબનનાર સાથે દુષ્કર્મ કરેલ અને તેને જણાવેલ કે પોતે પરણીત નથી ત્યારબાદ ભોગબનનારને આ પરવેજ અફતાબભાઈ સફીયા પરણીત છે અને તેને સંતાન પણ છે તેવી જાણ થતાં ભોગબનનારે તેની સાથેનો સંબંધ કાપી નાખેલ અને ભોગબનનારને અંધારામાં રાખી અને તેના ખરાબ વિડીયો અને ફોટા તેમજ આધારકાર્ડ, સ્કુલ એલ.સી. પણ તેના મોબાઈલમાં રાખી વારંવાર ભોગબનનાર પર દુષ્કર્મ કરેલ હોય જેથી પરવેજ અફતાબભાઈ સફીયાના ત્રાસથી કંટાળીને ભોગ બનનારે આરોપી પરવેજ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવેલ. 

ત્યારબાદ ચાર્જશીટ દાખલ થતાં આરોપી પરવેજ અફતાબભાઈ સફીયા દ્વારા પોતાના વકીલ મારફત જામીન અરજી દાખલ કરી દલીલ કોર્ટમાં કરેલ. જેની સામે સરકાર તરફે સરકારી વકીલ હાજર થઈ એવી દલીલ કરતાં સરકારી વકીલની દલીલો ધ્યાને લઈ સેશન્સ કોર્ટે આરોપી પરવેજ અફતાબભાઈ સફીયાની જામીન અરજી ફગાવેલ છે. ઉપરોકત કેસમાં સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે. વસીયર ઉપસ્થિત રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application