ફોલ્ટ સેન્ટર, સ્ટાફના વાહનો પણ જોડાતા સેવામાં વિક્ષેપ

  • November 12, 2024 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પીજીવીસીએલ તત્રં હાલ ખાનગીકરણ એટલે કે કોન્ટ્રાકટ પ્રથા તરફ વધુને વધુ આગળ વધી રહ્યું છે ત્યારે કચ્છ સૌરાષ્ટ્ર્ર પીજીવીસીએલ કોન્ટ્રાકટર એસોસિએશનએ ગઈકાલે ૪૦% ભાવ વધારો માંગી બે સાંજથી જ અચોક્કસ મુદતની હડતાળ જાહેર કરી દેતા સૌરાષ્ટ્ર્ર કચ્છમાં લાઈન કામ, ટીસી રિપ્લેસમેન્ટ, લોડીંગ અનલોડીંગ સહિતની કામગીરી ઠપ્પ કરી દેવાતા ખાસ કરીને વીજગ્રાહકોની કમ્પ્લેન અને ફોલ્ટ સેન્ટરની કામગીરીને માઠી અસર પહોંચી રહી છે.
સૌરાષ્ટ્ર્ર કચ્છમાં પીજીવીસીએલ દ્રારા ઓફિસ વર્ક તેમજ ટેકનીકલ કામગીરીમાં ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે હાલ લાઈન કામ, વ્હિકલ હાયરિંગ (અધિકારીઓ સહિતની કામગીરીના ભાડાના વાહનો), ટ્રાન્સફોર્મર રિપ્લેસમેન્ટ, ફેબ્રીકેશન લોડીંગ એન્ડ લોડિંગ વગેરે કામગીરી સંભાળતા કોન્ટ્રાકટરોના સંગઠન કચ્છ સૌરાષ્ટ્ર્ર પીજીવીસીએલ કોન્ટ્રાકટર એસોસિએશનના મંત્રી જયેશભાઈ કોટડીયાના જણાવ્યા મુજબ, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ હેઠળની અન્ય ત્રણ વીજ વિતરણ કંપનીઓમાં કોન્ટ્રાકટરોને જે ભાવો આપવામાં આવે છે, તેમાં ખાસ કરીને એમ.જી.વી.સી.એલ.માં પીજીવીસીએલ કરતા ૪૦ ટકા વધારે ભાવો હોઈ, તે મુજબનો ભાવ વધારો આપવા એસોસિએશન દ્રારા અવારનવાર રજુઆતો કરવા છતાં ભાવ વધારો અપાતો નથી. ખુબ જ પ્રતિકુળ ભૌગોલિક વાતાવરણ તથા વારંવાર વાવાઝોડા તથા અતિવૃષ્ટ્રિ જેવી કુદરતી આપત્તિઓ સમયે રાતદિવસ જોયા વગર કર્મયોગીઓ સાથે મળીને પાવર રિસ્ટોરેશન સમય મર્યાદામાં સુચા રીતે કરી આપનાર કોન્ટાકટરોની વ્યાજબી રજુઆત છતાં ભાવ–વધારો કરી આપવામાં આવેલ ન હોઈ અગાઉ એસોસિયેશનની મિટિંગમાં નક્કી થયા મુજબ ગઈકાલે પીજીવીસીએલના એમડી સમક્ષ લેખિત તેમજ મૌખિક રીતે કોન્ટ્રાકટરોની લાગણી ને માંગણી રજુ કરવામાં આવી હતી અને સાંજથી જ કોન્ટ્રાકટરોની હડતાળના કરાયેલા એલાન મુજબ કામગીરી બધં કરી દેવામાં આવી છે. જેમાં લાઈનકામ, વ્હીકલ હાયરીંગ, રીપ્લેસ્મેન્ટ ઓફ ફેઈલ ટી.સી., ફેબ્રીકેશન લોડીંગ અન લોડીંગ વિગેરે જાતની કામગીરી બધં કરી ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ પર જવાની ફરજ પડી છે. યાં સુધી એમ.જી.વી.સી.એલ. માં જે પ્રકારના ભાવો આપવામાં આવે છે, તે મુજબનો ભાવ–વધારો કરી આપવામાં નહિ આવે ત્યાં સુધી અમારી આ હડતાળ ચાલુ રહેશે. દરમિયાન હડતાળને પગલે કોન્ટ્રાકટર દ્રારા ખાસ કરીને ફોલ્ટ સેન્ટરની કામગીરીમાં મુકાયેલા, ડેપ્યુટી એન્જિનિયરથી માંડીને ઉચ્ચ અધિકારીઓને ફાળવાયેલા ભાડાના વાહનો બધં થતા કામગીરીમાં વિક્ષેપ પડી રહ્યો છે

નવેમ્બરના છેલ્લા વીકમાં મળનારા બોર્ડમાં દરખાસ્ત કરાશે: એમ.ડી.
મેનેજીગં ડિરેકટર પ્રિતી શર્માએ જણાવ્યું હતું કે, અગાઉ ૨૦૨૨માં ૧૨% વધારો મંજૂર થયો હતો, ત્યારબાદ હાલ દિવાળી પહેલા જ કોન્ટ્રાકટરોની ભાવ વધારાની માગણી સંદર્ભે ૧૧ ટકાનો વધારો આપવામાં આવ્યો છે. કોન્ટ્રાકટરો જે ભાવ વધારો માંગે છે. તેના માટે બોર્ડની મંજૂરી લેવી પડે, તે માટેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. નવેમ્બર મહિનાના આખરમાં મળનાર બોર્ડમાં હાલના વધારા ઉપરાંત દર ૬ મહિને ઓટોમેટીક ભાવ રિવાઈઝ થાય તેવી પોલીસી તૈયાર કરી મુકવામાં આવનાર છે. બાકી વીજ ફોલ્ટ થાય તો જાહેર જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પીજીવીસીએલના કર્મચારીઓ તૈયાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News