‘મા ઇંતિ બંગારમ’ની સિક્વલ કન્ફર્મ, સામંથા રુથ પ્રભુ ફરી બોક્સ ઓફીસ પર છવાશે
સાઉથ સુપરસ્ટાર સામંથા રુથ પ્રભુની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘મા ઇંતિ બંગારમ’હાલમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ૧૯ જૂનના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકોનો અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે. માત્ર ૮ દિવસની અંદર જ બજેટ કરતાં અનેક ગણી કમાણી કરીને બ્લોકબસ્ટર સાબિત થયેલી આ ફિલ્મની ભવ્ય સફળતા વચ્ચે મેકર્સ તરફથી ચાહકો માટે એક ખુશખબર સામે આવ્યા છે. મેકર્સે સત્તાવાર રીતે આ ફિલ્મના સેકન્ડ પાર્ટ એટલે કે સિક્વલની જાહેરાત કરી દીધી છે.
ડાયરેક્ટર નંદિની રેડ્ડીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની સફળતાની ઉજવણી કરવા માટે વિઝાગ (વિશાખાપટ્ટનમ) ખાતે એક ભવ્ય 'સક્સેસ મીટ'નું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આ મોટી જાહેરાત કરાઈ હતી.
ફિલ્મના સક્સેસ ઇવેન્ટ દરમિયાન જાણીતા રાઇટર રાજ નિદિમોરુએ સ્ટેજ પરથી જાહેરાત કરી કે બે વર્ષ પછી આ ફિલ્મની સિક્વલ સિનેમાઘરોમાં આવશે. તેમણે જણાવ્યું કે મારા મગજમાં સિક્વલ માટેનો આઈડિયા અત્યારથી જ તૈયાર છે. આ જ જૂની ટીમ ફરી સાથે મળીને આ પ્રોજેક્ટ પર કામ કરશે. આ પહેલીવાર છે જ્યારે હું કોઈ ફિલ્મનો બીજો ભાગ બનાવવા માટે આટલો પ્રેરિત થયો છું. આ સિક્વલમાં દર્શકોને બમણી મજા અને બમણો રોમાંચ જોવા મળશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ તેલુગુ ફિલ્મ ખૂબ જ મર્યાદિત બજેટમાં બની હોવા છતાં કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે.
ફિલ્મનું બજેટ ૨૦ થી ૩૦ કરોડની વચ્ચે રાખવામાં આવ્યું છે.ડોમેસ્ટિક કલેક્શન: ૪૦.૫૦ કરોડ થયું છે જયારે વર્લ્ડવાઈડ કલેક્શન ૬૫.૧૩ કરોડ થયું છે.
માત્ર ૮ દિવસમાં વિશ્વભરમાં ૬૫ કરોડથી વધુની કમાણી કરીને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાની પકડ મજબૂત રાખી છે. સિક્વલની જાહેરાત થતાં જ સામંથાના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application