BREAKING NEWS

જામનગર : એસઆઇઆર, મૃત્યુ, સ્થાળાતંર,ગેરહાજર મતદારોની અલગ યાદી તૈયાર થશે

  • November 07, 2025 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વોટ ચોરીની કાગારાળ વચ્ચે અન્ય રાજયોની સાથે ગુજરાતમાં પણ ચૂંટણીપંચ દ્રારા એસઆઇઆર એટલે કે સ્પેશ્યિલ ઇન્ટેન્સીવ રીવીઝનની કામગીરી ૪ નવેમ્બરથી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જામનગર શહેર-જિલ્લામાં ૧૨ લાખથી વધુ મતદારોની ચકાસણીની કામગીરીમાં જિલ્લા વહીવટીતંત્ર જોતરાયું છે. એસઆઇઆરની કામગીરી અંતર્ગત મૃત્યુ, સ્થાળતંર અને ગેરહાજર મતદારોની અલગ યાદી તૈયાર થશે જે દરેક સરકારી કચેરીમાં મૂકવામાં આવશે. નવા મતદાર તરીકે નોંધણી માટે બીએલઓએ આપેલા નિયત ફોર્મ સાથે ફોર્મ નંબર ૬ જમા કરાવાનું રહેશે. દરેક ફોર્મ પર મતદારનો ડાબા હાથનો અંગુઠો અથવા સહી લેવાશે. 


જામનગરની સાથે રાજયભરમાં ૪ નવેમ્બરથી એસઆરઆઇની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રારંભીક તબકકે શહેર-જિલ્લામાં ૨૭/૧૦/૨૦૨૫ની સ્થિતિએ નોંધાયેલા ૧૨ લાખથી વધુ મતદારોની ચકાસણી માટે સ્પેશ્યિલ ઇન્ટેન્સીવ રીવીઝનની કામગીરી અંતર્ગત બીએલઓ દ્રારા મતદારોને ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ ફોર્મમાં મતદારનો ફોટો, નામ સહીતની વિગતો પ્રીન્ટ થયેલી હશે. ઉપરાંત બારકોડ સ્કેનર પણ અપાયો છે. જે સ્કેન કરવાથી મતદાર પોતાની વિગતો જાણી શકશે. આ ફોર્મમાં મતદારોએ જન્મ તારીખ, આધાર નંબર(ફરજીયાત દર્શાવાનો નથી), મોબાઇલ નંબર, પિતા-વાલીનું નામ, પિતા-વાલીનો મતદાર ઓળખપત્રક(જો ઉપલબ્ધ હોય તો), માતાનું નામ, માતાનો આધાર નંબર (જો ઉપલબ્ધ હોય તો), જીવનસાથીનું નામ(જો લાગુ પડતું હોય તો), જીવનસાથીનો મતદાર ઓળખપત્ર નંબર(જો ઉપલબ્ધ હોય તો) આપવાનો મતલબ કે દર્શાવાનો રહેશે. તદઉપરાંત છેલ્લા એસઆઇઆર એટલે કે મતદાર યાદીમાં સંબંધીનું નામ, સબંધ, જિલ્લો, રાજયનું નામ, વિધાનસભા મતવિભાગનું નામ, વિધાનસભા મતવિભાગનો નંબર દર્શાવાનો રહેશે. જો સંબધીનું નામ છેલ્લા એસઆઇઆરમાં અગાઉના કોલમમાં દર્શાવાયું હોય તો તેનું નામ, મતદાર ઓળખપત્ર નંબર, સબંધીનું નામ, સંબંધ દર્શાવાનો રહેશે. 


મતદારોને આપવામાં આવેલા ફોર્મમાં ઉપરોકત મતદાર જે હું-મારા કુંટુંબના સભ્ય છે તેણે અન્ય કોઇ દેશનું નાગરિકત્વ મેળવેલું નથી, હું મતદાર યાદીમાં નામ સામેલ કરવા અરજી કરી રહ્યો છું અને ઉપરોકત નામ જે હું-મારા કુંટુંબના સભ્યો છે તે અન્ય કોઇ વિધાનસભા મત વિભાગ-લોક સભા મત વિભાગમાં સામેલ નથી સહીતની બાંયેધરી આપવાની રહેશે. આ ફોર્મ ભરવા અંગે બીએલઓ મતદારોને સમજણ આપશે અને મદદ પણ કરશે. ઘેર-ઘેર મતદારોની ચકાસણી માટે ઘર બંધના કિસ્સામાં બીએલઓ દરેક ઘરની ૩ વખત મુુલાકાત લેશે. દરેક મતદારનું નામ, એપીક નંબર, સરનામું અને પરિવારની માહીતીની ચકાસણી કરશે. નવા મતદારોએ નોંધણી માટે બીએલઓએ આપેલા ફોર્મ સાથે ફોર્મ નંબર ૬ ભરીને જમા કરાવાનું રહેશે. ૪ નવેમ્બરથી ૪ ડીસેમ્બર સુધી ચાલનારી ઘેર-ઘેર મતદાર ચકાસણી કામગીરી દરમ્યાન મૃત્યુ પામેલા, સ્થાળાતંર થયેલ અને ગેરહાજર મતદારોની અલગ યાદી તૈયાર કરવામાં આવશે. 
​​​​​​​

જે દરેક સરકારી કચેરીમાં પ્રસિઘ્ધ એટલે કે મૂકવામાં આવશે. આ મતદારોનો ૯ ડીસેમ્બરના પ્રસિઘ્ધ થનારા ડ્રાફટ રોલમાં સમાવેશ થશે નહીં. ૯ ડીસેમ્બરથી ૮ જાન્યુઆરી સુધી વાંધા-સૂચનો રજૂ કરી શકાશે. ૯ ડીસેમ્બરથી ૩૧ જાન્યુઆરી સુધી આ વાંધા સૂચનોની ચકાસણી અને સુનાવણી થશે. ત્યારબાદ ૭ ફેબ્રુઆરીના ફાઇનલ એટલે કે આખરી મતદાર યાદી પ્રસિઘ્ધ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application