સેન્સેકસ તળિયેથી ૧૮૫૦ પોઈન્ટ ઉછળ્યો

  • December 05, 2024 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શેરબજારમાં મોનિગ સેશનમાં નેગેટિવ ટ્રેન્ડ બાદ બપોરના સેશનમાં ફરી પાછી તેજી આવી છે. સેન્સેકસ દિવસની સૌથી નીચી સપાટી ૮૦,૪૬૭થી ૧૮૫૦ પોઈન્ટનો જમ્પ મારીને ૮૨,૩૧૭ પોઈન્ટની સર્વેાચ્ચ સપાટીએ પહોચ્યો હતો. મોનિગ સેશનમાં ૪૮૮ પોઈન્ટનો કડાકો નોંધાવ્યા બાદ બપોરના ટ્રેડિંગમાં ઉછાળો આવ્યો હતો. ૨.૩૩ વાગ્યે ૧૨૫૫.૪૨ પોઈન્ટ ઉછળી ૮૨૨૧૫ પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. યારે નિટી પણ ૩૪૪.૬૫ પોઈન્ટ ઉછળી ૨૪૮૧૨.૧૦ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
અત્યારસુધીમાં ૨૩૦ શેર વર્ષની ટોચે અને ૧૧ શેર વર્ષના તળિયે પહોંચ્યા છે. આઈટી અને ટેકનોલોજીના શેરની ડીમાન્ડ વધી છે. સેન્સેકસ પેકમાં એનટીપીસી સિવાય તમામ શેરોમાં ઉછાળો નોંધાયો હતો.શેરબજારમાં આજે નિટી એફએન્ડઓ એકસપાયરી હોવાથી સેટલમેન્ટના કારણે સવારે માર્કેટ નેગેટિવ ઝોનમાં ખૂલ્યું હોવાનું તારણ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.
બીજી તરફ આરબીઆઈ આવતીકાલે મોનેટરી પોલિસીની જાહેરાતમાં સતત ૧૧મી વખત વ્યાજના દરો જાળવી રાખશે તેવા અહેવાલોના પગલે પણ શેર્સમાં ખરીદી વધી છે. ઈન્ફોસિસ, ટીસીએસના શેર્સ ૩ ટકાથી વધુ ઉછાળા સાથે સેન્સેકસ પેકના ટોપ ગેનર બન્યા છે. ૨.૩૬ વાગ્યે ઈન્ફોસિસ ૩.૦૫ ટકા, ટીસીએસ ૨.૯૬ ટકા, ટાઈટન ૨.૯૮ ટકા, બજાજ ફાઈનાન્સ ૨.૨૮ ટકા ઉછળ્યા હતા. એચસીએલ ટેક પણ ૨.૧૮ ટકા ઉછળ્યો છે. એફએન્ડઓ એકસપાયરી સેટલમેન્ટ તેમજ ટ્રમ્પની શપથવિધિ બાદ સેકટર પર સકારાત્મક અસરોની અટકળો વચ્ચે આઈટી અને ટેકનોલોજી શેર્સમાં આજે આકર્ષક ખરીદી જોવા મળી હતી. આઈટી ઈન્ડેકસ ૧.૪૫ ટકા અને ટેકનોલોજી ઈન્ડેકસ ૧.૪૪ ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. બેન્કિંગ શેર્સમાં પણ ખરીદી વધી છે. બેન્કેકસ ૦.૭૩ ટકા ઉછળ્યો છે.
શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો, સેન્સેકસ અને નિટી ૫૦, બપોરના કારોબાર દરમિયાન ૧ ટકાથી વધુ ઉછળ્યા હતા. સેન્સેકસ તેના અગાઉના ૮૦,૯૫૬.૩૩ના બધં સામે ૮૧,૧૮૨.૭૪ પર ખૂલ્યો હતો અને ૪૮૯ પોઇન્ટ ઘટીને ૮૦,૪૬૭.૩૭ની ઇન્ટ્રાડે નીચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે ઇન્ડેકસમાં ઝડપી રિકવરી જોવા મળી હતી અને દિવસના નીચલા સ્તરથી ૧,૮૫૦ પોઈન્ટસ વધીને ૮૨,૩૧૭.૭૪ પર ટ્રેડ થયો હતો.
નિટી ૫૦ તેના અગાઉના ૨૪,૪૬૭.૪૫ના બધં સામે ૨૪,૫૩૯.૧૫ પર ખુલ્યો હતો અને ૧૭૨ પોઈન્ટ જેટલો સરકીને ૨૪,૨૯૫.૫૫ પર પહોંચ્યો હતો. જો કે, તે ઝડપથી રિકવર થયો હતો અને દિવસના નીચા સ્તરથી લગભગ ૨ ટકા વધીને ૨૪,૮૫૭.૭૫ પર પહોંચ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News