શેરબજારમાં સતત ચાલતા ઘટાડા બાદ સેન્સેકસમાં ૮૦૦ પોઈન્ટનો ઉછાળો

  • November 19, 2024 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતો ઘટાડાના ટ્રેન્ડમાં સાહના બીજા દિવસે વળાંક આવ્યો છે. બોમ્બે સ્ટોક એકસચેન્જનો ૩૦ શેર ધરાવતો સેન્સેકસ જોરદાર ઉછાળા સાથે ખુલ્યો અને થોડીવારમાં તે ૮૨૮ પોઈન્ટ વધીને ૭૮૦૦૦ને પાર કરી ગયો. નેશનલ સ્ટોક એકસચેન્જનો નિટી પણ ૨૪૯ પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. ગઈકાલે અગાઉના ટ્રેડિંગ દિવસે સેન્સેકસ–નિટી ઘટવાની સાથે લાલ નિશાન ઉપર બધં થયો હતો. બજારમાં તેજીની વચ્ચે એનટીપીસીથી લઈને ટાટા મોટર્સ સુધીના શેર તેજી સાથે જોવા મળ્યા હતા.
આજે બીએસઈ સેન્સેકસ તેના અગાઉના ૭૭,૩૩૯.૦૧ના બંધથી લગભગ ૨૦૦ પોઈન્ટ વધીને ૭૭,૫૪૮ ના સ્તરે ખુલ્યો હતો. પછી થોડી જ મિનિટોમાં તે મજબૂત વેગ પકડો અને ૭૬૯.૫૨ પોઈન્ટના ઉછાળા સાથે ૭૮,૧૦૮.૫૮ ના સ્તર પર ટ્રેડ થતો જોવા મળ્યો. સેન્સેકસની જેમ એનએસઈ ઇન્ડેકસ નિટી પણ ઝડપી ગતિએ ચાલી રહ્યો હતો. એનએસઈ નિટીએ તેના પાછલા બધં ૨૩,૪૫૩.૮૦ની સરખામણીએ ૨૩,૫૨૯.૫૫ પર ટ્રેડિંગ શ કયુ અને પછી તેની ગતિ વધારી અને ૨૩૭.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩,૬૯૦ પર ટ્રેડ થતી જોવા મળી. બંને ઇન્ડેકસમાં ઉછાળો જોવા મળ્યો. સેન્સેકસ ૮૨૮ પોઈન્ટ વધ્યો, યારે નિટી ૨૪૯ પોઈન્ટ વધ્યો.
ગઈકાલે શેરબજાર પાછલા ટ્રેડિંગ દિવસે ઘટાડા સાથે બધં થયું હતું. જો કે બંને સૂચકાંકોએ લીલા નિશાન પર મજબૂત મોમેન્ટમ સાથે ટ્રેડિંગ શ કયુ હતું પરંતુ થોડીવારમાં તેની ગતિ ધીમી પડી ગઈ અને બજાર બધં થયા પછી સેન્સેકસ–નિટી ઘટાડા સાથે લાલ નિશાન પર બધં થયા. બીએસઈ સેન્સેકસ ૨૪૧.૩૦ પોઈન્ટ ઘટીને ૭૭,૩૩૯.૦૧ ના સ્તરે બધં રહ્યો હતો. યારે એનએસઈ નિટી ૭૮.૯૦ પોઈન્ટ ઘટીને ૨૩,૪૫૩.૮૦ ના સ્તરે બધં રહ્યો હતો.
શેરબજારમાં આવેલી તેજી વચ્ચે આજે ૧૭૮૯ કંપનીઓના શેર ઉછાળા સાથે ગ્રીન ઝોનમાં ટ્રેડ થવા લાગ્યા, યારે ૫૮૭ કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા. ૯૪ કંપનીઓ એવી હતી કે જેમાં તેમના શેરની સ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. ટાટા ગ્રૂપની કંપની ટ્રેન્ટ, બીપીસીએલ, ઈન્ફોસિસ, એનટીપીસી અને અદાણી પોટર્સના શેરમાં સૌથી વધુ વધારો થયો હતો. યારે ડો. રેડ્ડીઝ લેબ્સ, શ્રીરામ ફાઈનાન્સ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ અને જેએસડબલ્યુ સ્ટીલના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application