BREAKING NEWS

નવ લાખ કરોડની લોટરી: ટ્રમ્પે રોકાણકારોને ખુશ કરી દીધા: સેન્સેક્સમાં 1538 પોઈન્ટનો ઉછાળો

  • June 12, 2026 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પશ્ચિમ એશિયામાં શાંતિની આશાને કારણે આજે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી. બીએસઈ સેન્સેક્સ લગભગ 1538 પોઈન્ટ ઉછળ્યો હતો જે 75,370ના સ્તર પર ટ્રેડ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી10 ઇન્ડેક્સ લગભગ 416 પોઈન્ટ વધીને ટ્રેડ કરી રહ્યો હતો. સશરૂઆતના કારોબારમાં ડોલર સામે રૂપિયો 60 પૈસા મજબૂત થઈને 95.25 પર પહોંચ્યો. આ ઉછાળાથી બીએસઈ-લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ.9 લાખ કરોડ વધીને રૂ.462 લાખ કરોડ થયું.


30 માંથી 29 સેન્સેક્સ શેર વધારા સાથે ખુલ્યા. ઇન્ડિગોમાં સૌથી વધુ 3.29 ટકાનો ઉછાળો જોવા મળ્યો. લાર્સન એન્ડ ટુબ્રો, ટ્રેન્ટ, બજાજ ફાઇનાન્સ, મારુતિ, એચડીએફસી બેંક, એટરનલ, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક અને રિલાયન્સ પણ મજબૂત વધ્યા. બીજી તરફ, ટેક મહિન્દ્રા થોડા ઘટાડા સાથે ખુલ્યા.


નિફ્ટીમાં લાર્સન એન્ડ ટુબ્રો, શ્રીરામ ફાઇનાન્સ અને ઇન્ટરગ્લોબ એવિએશન સૌથી વધુ વધ્યા હતા. વ્યાપક બજારમાં, નિફ્ટી મિડકેપ 1.38 ટકા અને નિફ્ટી સ્મોલકેપ 1.61 ટકા વધ્યા. ક્ષેત્રીય રીતે, નિફ્ટી રિયલ્ટી, નિફ્ટી ઓટો અને નિફ્ટી ઓટો વધ્યા, જ્યારે નિફ્ટી આઈટી, નિફ્ટી હેલ્થકેર અને નિફ્ટી ફાર્મામાં ઘટાડો થયો.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સાથે સોદો થયો છે. તેમણે ઈરાન સામે લશ્કરી કાર્યવાહી અટકાવવાનો પણ આદેશ આપ્યો છે. તેમનું કહેવું છે કે આગામી થોડા દિવસોમાં આ સોદો થશે, જેનાથી હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે. આના કારણે આજે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ઘટાડો થયો છે. બ્રેન્ટ ક્રૂડ હાલમાં 1.67 ટકા ઘટીને 88.87 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News