સેન્સેકસ ૯૨૧ પોઈન્ટ ડાઉન: ૧૦ લાખ કરોડ સ્વાહા

  • January 27, 2025 03:23 PM 


આજે અઠવાડિયાના પહેલા દિવસે જ શેરબજારમાં કડાકો બોલ્યો છે. મોટાપાયે વેચવાલીના પગલે સેન્સેકસ ૯૨૧ પોઈન્ટથી વધુ તૂટો છે. યારે નિટી પણ ૨૯૯ પોઈન્ટ તૂટી ૨૨,૭૯૩ પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેકસ ૭૫૨૬૮ પર ટ્રેડ કરી રહ્યો છે. નબળા કોર્પેારેટ ત્રિમાસિક પરિણામો, અમેરિકાની નીતિ અંગે અનિશ્ચિતતાઓ, એફઆઈઆઈની વેચવાલી ઉપરાંત પ્રોફિટ બુકિંગના બજેટ પહેલાં સાવચેતી સહિતના કારણોની અસર શેરબજાર પર જોવા મળી છે.
ઝોમેટો, અદાણી પોટર્સ અને ટાટા મોટર્સના શેરમાં મોટો કડાકો દેખાયો છે. યારે વારી એનજીર્ના શેર્સમાં પણ મોટો કડાકો નોંધાયો છે. રોકાણકારોને આ કડાકાની ખરાબ અસર થઈ અને તેમની મૂડીમાં લાખો કરોડોનો એક ઝાટકે ઘટાડો નોંધાયો હતો. સેકટોરલ ઈન્ડેકસમાં ટેલિકોમ ૩.૪૯ ટકા, ટેકનોલોજી ૨.૧૨ ટકા, રિયલ્ટી ૧.૧૧ ટકા, પાવર ૨.૪૭ ટકા તૂટો છે.
સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં રોકાણકારો આજે ધોવાયા છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેકસ ૪ ટકા અર્થાત ૨૦૪૭ પોઈન્ટના કડાકે ટ્રેડ થઈ રહ્યો છે. ઈન્ડેકસમાં સામેલ ૯૨૪ શેર તૂટા હતા. માત્ર ૧૩ શેરમાં જ સુધારો જોવા મળ્યો હતો. મીડકેપ ઈન્ડેકસ પણ ૧૦૮૫.૨૫ પોઈન્ટ તૂટો હતો

રોકાણકારોના ૧૦ લાખ કરોડ સ્વાહા
સાહના પહેલા જ સત્રમાં રોકાણકારોને ભારે નુકસાન થઈ રહ્યું છે. બજારમાં સતત ઘટાડાને કારણે, બીએસઇ પર લિસ્ટેડ શેરોના માર્કેટ કેપમાં લગભગ રૂા. ૧૦ લાખ કરોડનો ઘટાડો થયો છે. બીએસઈ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને રૂા. ૪૧૦ લાખ કરોડ થયું છે, જે પાછલા સત્રમાં રૂા. ૪૧૯.૫૧ લાખ કરોડ હતું. આનો અર્થ એ થયો કે રોકાણકારોને ૯.૫૧ લાખ કરોડ પિયાનું નુકસાન થઈ રહ્યું છે. સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં શેરબજાર ૧૫ ટકા તૂટું છે. આગામી દિવસોમાં પણ નબળાઈ જોવા મળે તેવો નિષ્ણાતોનો મત છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application