ઓગસ્ટની પહેલી જ તારીખે ખુલતી બજારે શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવાયો છે અને શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 82,129.49 અને નિફ્ટી 25,078.30ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. શેરબજાર આજે રેકોર્ડ ઊંચાઈ સાથ ખુલ્યા હતા. બીએસઈ સેન્સેક્સ 208.34 પોઈન્ટ અથવા 0.25%ના વધારા સાથે 81,949.68 પર ખુલ્યો, જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 79.80 પોઈન્ટ અથવા 0.32%ના વધારા સાથે 25,030.95 પર ખુલ્યો. આ પહેલીવાર છે જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 25,000 ની સપાટી વટાવી ગયો છે.શેરબજાર પર ફેડ રિઝર્વના વ્યાજ દરમાં કાપ્ના સંકેતની અસર જોવા મળી છે . યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ દ્વારા સંભવિત વ્યાજદરમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યા બાદ વૈશ્વિક બજારોમાં તેજીનું વલણ જોવા મળ્યું હતું, જેની અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી હતી. તેના કારણે શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સ 82,129.49 અને નિફ્ટી 25,078.30ની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.
તમામ 13 ક્ષેત્રોમાં વૃદ્ધિનો દૌર
ગુરુવારે બજાર ખુલતા વેત સ્મોલ-મિડલ કેપ શેરોમાં લગભગ 0.5%નો વધારો જોવાયો હતો. શેરબજારના તમામ 13 મુખ્ય ક્ષેત્રોમાં વૃદ્ધિ નોંધાઈ છે. સ્મોલ અને મિડલ કેપ કંપ્નીઓના શેર લગભગ 0.5% વધ્યા છે. વ્યક્તિગત શેરો વિશે વાત કરીએ તો, ત્રિમાસિક નફામાં વધારા પછી ટાટા સ્ટીલના શેરમાં 2%નો વધારો થયો હતો, જ્યારે કોલ ઈન્ડિયાના શેરે ત્રિમાસિક નફાના અંદાજને વટાવ્યા પછી 2.5%નો ઉછાળો નોંધાવ્યો હતો.જો કે, બીજી તરફ, દેશની સૌથી મોટી આઈટી કંપ્નીમાંની એક ઈન્ફોસિસના શેરમાં લગભગ 0.7%નો ઘટાડો થયો છે, કારણ કે કંપ્નીને 4 બિલિયનની નોટિસ મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech