શેરબજારમાં ટ્રેડિંગ શ થતાં જ સતત બીજા દિવસે પણ હાહાકારની સ્થિતિ જોવા મળી. સતત બીજા દિવસે પણ શેરબજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે બોમ્બે સ્ટોક એકસચેન્જના ૩૦ શેરોવાળા સેન્સેકસ ૧૬૨૮ પોઈન્ટના ઘટાડા સાથે બધં થયા હતા, યારે આજે બજાર ખુલતાની સાથે જ તે ૮૩૫ પોઈન્ટથી વધુ ગગડીને ૭૧૦૦૦ની નીચે આવી ગયો હતો. નેશનલ સ્ટોક એકસચેન્જના નિટીએ પણ ૧૫૦ પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ટ્રેડિંગ શ કયુ હતું. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે શેરબજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેકસ ૫૨૩.૦૬ પોઈન્ટ અથવા ૦.૭૩ ટકાના ઘટાડા સાથે ૭૦,૯૭૭.૭૦ ના સ્તરે ખૂલ્યો હતો, યારે બજાર ખુલતાની સાથે જ નિટી ૧૫૩.૭૦ પોઈન્ટ અથવા ૦.૭૧ ટકા ઘટીને ૨૧,૪૧૮.૩૦ ના સ્તરે ખુલ્યો હતો. આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં સેન્સેકસ સવારે ૯.૫૦ વાગ્યે ૭૦૦.૭૦ પોઈન્ટ ઘટીને ૭૦,૮૦૦ પર પહોંચી ગયો હતો. યારે નિટી ૨૩૮ પોઈન્ટ ઘટીને ૨૧,૩૩૧ની સપાટીએ પહોંચી ગયો હતો.
નોંધનીય છે કે ગઈકાલે શેરબજારમાં નવા વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેકસ ૧૬૨૮ પોઈન્ટ અથવા ૨.૨૩% ઘટીને ૭૧,૫૦૦ પર બધં થયો. બીએસઈના ટોચના ૩૦ શેરોમાંથી ૨૩ શેર રેડમાં હતા, યારે માત્ર ૭ શેર ગ્રીન ઝોનમાં બધં થયા હતા. બીજી તરફ, નિટી ૪૬૦.૩૫ પોઈન્ટ અથવા ૨.૦૯% ઘટીને ૨૧,૫૭૧.૯૫ પર બધં થયો. આજે સૌથી વધુ આ શેર ઘટા હતા. માર્કેટ વેલ્યુ મુજબ દેશની સૌથી મોટી એચડીએફસી બેંકના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે માત્ર ૧૦ મિનિટના ટ્રેડિંગમાં ૨ ટકાથી વધુ ઘટી ગયો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી, સવારે ૯.૧૦ વાગ્યે તે ૨.૪૨ ટકાના ઘટાડા સાથે . ૧૫૦૨.૯૫ પર ટ્રેડ કરી રહ્યો હતો. બુધવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે, તે ૮ ટકાથી વધુ ઘટું હતું અને એચડીએફસીના માર્કેટ કેપમાં . ૧ લાખ કરોડનો ઘટાડો થયો હતો. એચડીએફસી બેંક ઉપરાંત, એલટીઆઈમાઇન્ડટ્રી, પાવર ગ્રીડ ક્રોપ, એશિયન પેઈન્ટસ અને એસબીઆઈ લાઈફ ઇન્શ્યોરન્સના શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. રિલાયન્સ સહિતના આ શેરો વધ્યા હતા શેરબજારમાં ટ્રેડિંગની શઆતમાં લગભગ ૧૩૭૫ શેર લીલા નિશાન પર શ થયા હતા, યારે ૮૭૬ શેર લાલ નિશાન પર જોવા મળ્યા હતા. અદાણી પોટર્સ, અપોલો હોસ્પિટલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, કોલ ઈન્ડિયા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર નિટી પર ઝડપથી ટ્રેડ થઈ રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધોની ફરી CSKના કેપ્ટન બન્યા, ગાયકવાડ ઈજાના કારણે IPLમાંથી બહાર
April 10, 2025 08:57 PMસફેદ દાઢી-વાળ, બ્રાઉન જમ્પસૂટ... ભારતમાં આવ્યા બાદ તહવ્વુર રાણાની પ્રથમ તસવીર આવી સામે
April 10, 2025 08:45 PMજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech