જે ભારતીય શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો. વૈશ્વિક બજારોમાં વેચવાલી અને અમેરિકામાં રાજકોષીય ખાધમાં વધારો થવાની ચિંતાએ રોકાણકારોના સેન્ટિમેન્ટને નબળું પાડ્યું. ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સ 1005 પોઈન્ટ ઘટીને 80,591 ના નીચલા સ્તરે પહોંચ્યો. જયારે નિફ્ટી 304 પોઈન્ટ ઘટીને 24,509 ઉપર ટ્રેડ થયો. સવારે ૧૦:૩૦ વાગ્યા સુધીમાં બંને ઇન્ડેક્સમાં થોડી રિકવરી થઈ હતી. આ ઘટાડાને કારણે રોકાણકારોએ ૧૫ મિનિટમાં ૨.૫૨ લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા.
શેરબજારમાં આજના ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ અમેરિકાના રાજકોષીય ખાધમાં વધારો થવાની વધતી ચિંતા હતી. યુએસ સરકાર નવા બજેટ પર કામ કરી રહી છે, જેમાં કર ઘટાડા માટેના પ્રસ્તાવોનો સમાવેશ થાય છે. બજાર વિશ્લેષકોને ડર છે કે આ દરખાસ્ત અમેરિકાની ફેડરલ ખાધમાં વધુ વધારો કરી શકે છે. ગયા અઠવાડિયે, વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે પણ અમેરિકાના દેવાના અંદાજને ડાઉનગ્રેડ કર્યો હતો, જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ નબળો પડ્યો હતો.
અમેરિકાના વોલ સ્ટ્રીટમાં વેચવાલીનો પ્રભાવ એશિયન બજારોમાં પણ જોવા મળ્યો. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ, દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ અને હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ બધા 1 ટકાથી વધુ ઘટ્યા. મહેતા ઇક્વિટીઝના પ્રશાંત તાપસેએ જણાવ્યું હતું કે, થોડી રિકવરી પછી, શેરબજાર ફરીથી દબાણ હેઠળ છે. અમેરિકાનું દેવાનું સંકટ, ઘણા ક્ષેત્રોમાં કોવિડના કેસોમાં વધારો અને ટેકનિકલ સૂચકાંકો વેચવાલી તરફ ઈશારો કરી રહ્યા છે.
અમેરિકામાં આર્થિક અનિશ્ચિતતા ભારતીય આઈટી કંપનીઓની કમાણી પર પણ અસર કરી શકે છે, જેના કારણે આજે આ ક્ષેત્રમાં દબાણ જોવા મળ્યું. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો હતો. ટેક મહિન્દ્રાના શેર 2 ટકાથી વધુ ઘટીને 1,564.70 રૂપિયા પર આવી ગયા. પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, એચસીએલ ટેક અને એમફેસિસના શેરમાં પણ 2 ટકાથી વધુનો ઘટાડો થયો હતો.
આ શેરોમાં ઘટાડો થયો
સેન્સેક્સમાં લિસ્ટેડ 30 કંપનીઓમાં પાવર ગ્રીડ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, નેસ્લે, હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર સૌથી વધુ ઘટ્યા હતા. અદાણી પોર્ટ્સ અને ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં વધારો થયો. બુધવારે સેન્સેક્સ 410.19 પોઈન્ટના વધારા સાથે 81,596.63 પર બંધ થયો. જયારે નિફ્ટી ૧૨૯.૫૫ પોઈન્ટના વધારા સાથે ૨૪,૮૧૩.૪૫ પોઈન્ટ પર બંધ થયો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech