BREAKING NEWS

જૂનાગઢ જિલ્લા પંચાયતના સુકાની માટે આવતીકાલે સેન્સ પ્રક્રિયા: અનેક દાવેદારો

  • May 02, 2026 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢ
જૂનાગઢ જિલ્લા  પંચાયતમાં ભાજપે સ્પષ્ટ્ર બહત્પમતી મેળવ્યા બાદ હવે હોદ્દેદારોની નિયુકિત માટે આવતીકાલે  જિલ્લા  ભાજપ કાર્યાલયે સેન્સ પ્રક્રિયા થશે.અઢી વર્ષ માટે મહિલાનું શાસન છે. આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ભાજપ વિવિધ ફેકટરોને અનુસરીને નવા  જિલ્લા  પંચાયત પ્રમુખની વરણી કરે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે.જૂનાગઢ જિલ્લા  પંચાયતમાં ભાજપે ૩૦ માંથી ૨૩ બેઠકો મેળવી છે.સ્પષ્ટ્ર બહત્પમતી મળતા હવે રોટેશનના આધારે પ્રથમ અઢી વર્ષ મહિલા હોદ્દેદાર  જિલ્લા  પંચાયતનું સુકાન સંભાળશે. જેથી  જિલ્લા  ભાજપ કાર્યાલયમા આવતીકાલે સેન્સ પ્રક્રિયા યોજાશે. મહિલા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનને લઈને પાર્ટી નિર્ણય કરશે.  
 જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ સામાન્ય બેઠક પરથી ચૂંટણી જીતેલી મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે. જેમાં મટીયાણા બેઠક પરથી ચૂંટાયેલા હર્ષાબેન સવસાણી, કુકસવાડા બેઠક પરથી ચૂંટણી જીતેલા અસ્મિતાબેન ચૌહાણ, અમરાપુર ગીરના નિમુબેન ચૌહાણ, ભાજપ માટે નો જગં માનવામાં આવતી વિસાવદરની સરસઈ બેઠકના લીનાબેન કાવાણી ,મેંદરડાની બેઠક પર ચૂંટણી જીતેલા પૂર્વ  જિલ્લા પંચાયત પ્રમુખના પત્ની અસ્મિતાબેન ઠુંમર અને મેખડી બેઠક પરથી ચૂંટણી જીતેલા વનિતાબેન વાસણનુ સૌથી વધુ નામ ચર્ચાઈ રહ્યું છે. વિસાવદર તાલુકામાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ રહ્યું છે.જેથી આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ પ્રદેશ ટીમ વિસાવદર વિધાનસભાને ધ્યાને રાખીને પ્રમુખનું પદ નક્કી કરે તો લીનાબેન કાવાણી અને  લેઉવા અને કડવા પાટીદાર ફેકટર મુજબ ઉમેદવારોની પસંદગી થશે તો મેંદરડા બેઠક પરથી ચૂંટાયેલા અસ્મિતાબેન ઠુંમર અને મટીયાણા બેઠક પરથી ચૂંટાયેલા હર્ષાબેન સવસાણી   જિલ્લા પંચાયતના પ્રમુખ બની શકે છે. હાલ તો સેન્સ પ્રક્રિયા પૂર્વે નવા હોદ્દેદારોની વરણી માટે બધં બારણે બેઠકોનો ધમધમાટ થઈ રહ્યો છે, જોકે અંતિમ નિર્ણય તો પક્ષ દ્રારા જ લેવાશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application