જામનગર જિલ્લાને આવરી લેતા વિવિધ 21 સ્થળો પર યોજાયો સંવેદના દિવસ

  • August 03, 2021 10:19 AM 

સેવાસેતુના માધ્યમથી સરકારી સેવાઓની સરવાણી પહોંચી લોકોના ઘર સુધી-ધનસુખભાઈ ભંડેરી : વિકાસની દોડમાં સંવેદનાને ભૂલ્યા વગર આગળ વધવું એ જ સાચી પ્રગતિશીલતા: દેશની સુરક્ષા, પ્રગતિઅને વિકાસ એ આવનારી પેઢીને આધારિત છે ત્યારે આ ભાવી પેઢીની સંભાળ લેવી એ રાજ્ય સરકારનો ધર્મ છે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ પાણીના સફળ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અંગે સમગ્ર રાજ્યમાં પાંચ વર્ષની વિકાસયાત્રાને આવરી લેતી અને સરકારના મહત્વના જુદા-જુદા વિભાગો દ્વારા ચાલતી વિવિધ પ્રજાલક્ષી યોજનાઓને પ્રજા સમક્ષ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયેલ છે.

કાર્યક્રમના બીજા દિવસે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન  ધનસુખભાઈ ભંડેરીના અધ્યક્ષ સ્થાને ટાઉન હોલ ખાતે સંવેદના દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું હતું કે 57 જેટલી સરકારી સેવાઓ લોકોને ઘર આંગણે જ મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે આજના દિવસે સમગ્ર રાજ્યમાં 443 સ્થળોએ સેવા સેતુના કાર્યક્રમોનું આયોજન હાથ ધર્યું છે.

દેશની સુરક્ષા, પ્રગતિ અને વિકાસ એ આવનારી પેઢીને આધારિત છે ત્યારે આ ભાવી પેઢીની સંભાળ લેવી એ રાજ્ય સરકારનો ધર્મ છે અને તેથી જપાલક માતા-પિતા, વિધવા સહાય, દિવ્યાંગ સહાય, સીનીયર સીટીઝન, નિરાધાર બાળકો વગેરે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે અને એ દિશામાં લોકોને મદદરૂપ થવા અનેકવિધ યોજનાઓ અમલમાં લાવી લોકોને મદદરૂપ થઇ રહી છે. કોરોના મહામારીમાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી વિજયભાઈ પાણીની સરકારે આફતને અવસરમાં પલટાવવાની પોતાની સૂઝના કારણે અનેક વિકાસના કામો તથા યોજનાઓ અમલમાં મૂકી લોકસેવાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે. વિકાસની દોડમાં સંવેદનાને ભૂલ્યા વગર આગળ વધવું એ જ સાચી પ્રગતિશીલતા છે ત્યારે એ બાબતના ઉપલક્ષ્યમાં આજથી જ વિજયભાઈ પાણી દ્વારા અમલમાં મુકાયેલ મુખ્યમંત્રી બાળ સેવા યોજના કોરોના દરમિયાન માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોના જીવનમાં અજવાળા પાથરવાનું કામ કરશે. ભંડેરીએ વોકેશનલ તાલીમ, સ્કિલ ડેવલોપમેન્ટ, કસ્તુરબા વિદ્યાલય, દિવ્યાંગો તથા વૃદ્ધો માટેની યોજનાઓ, દર્દી નારાયણ માટે આરોગ્યલક્ષી યોજનાઓ અંગેની આ પ્રસંગે માહિતી પૂરી પાડી હતી.

કાર્યક્રમના સ્થળે મહાનુભાવોના હસ્તે આવકના પ્રમાણપત્રો, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, આધારકાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ, જન્મ પ્રમાણપત્ર સહિતની સેવાઓ લાભાર્થીઓને ઉપલબ્ધ કરાવાઈ હતી. આ તકે મેયર બીનાબેન કોઠારી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારિયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તેમજ મહેમાનોનું શાબ્દિક સ્વાગત ડેપ્યુટી કમિશનર વસ્તાણીએ તથા કાર્યક્રમની આભારવિધિ મામલતદાર ગ્રામ્ય દ્વારા કરવામાં આવી હતી.

આ પ્રસંગે ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, શહેર પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, દંડક કેતનભાઇ ગોસરાણી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, ભાજપ અગ્રણી અભયસિંહ ચૌહાણ તથા બહોળી સંખ્યામાં શહેરીજનો તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS