વડિયાના નવ નિયુકત મામલતદાર યોગેશ બારડ દ્રારા વડિયાની મુખ્ય બજારમાંથી પસાર થતા ખનીજ ભરેલા બે ડમ્પરો ને રોકાવી તેની રોયલ્ટી પરમીટ ચેક કરી અને વેબ્રિજ કરાવતા બંને વાહનો ઓવરલોડેડ જણાતા મામલતદારે નિયમાનુસાર કાર્યવાહી કરતા ખનીજ માફિયાઓના ફફડાટ ફેલાતો જોવા મળ્યો છે. આ બન્ને ડમ્પરોમાં એક ડમ્પર ભોગાવો સિલિકોન રેતી ભરેલો ડમ્પર અને બીજુ ડમ્પર ભરડીયાની સ્ટોન રેતી ભરેલું હોવાનુ જાણવા મળે છે. બંને ડમ્પરો વડિયામાંથી પસાર થતા હતા ત્યારે વડિયા મામલતદાર યોગેશ બારડ દ્રારા તેને રોકાવી જરૂરી દસ્તાવેજો માંગતા રોયલ્ટી પાસ ના હોવા સાથે ઓવર વેબ્રિજ કરાવતા તે ઓવરલોડેડ હોવાથી તેમની સામે નિયમનુંસાર કાર્યવાહી કરી આ સિલિકોન રેતીનો ૩૮ ટન જથ્થો જેની અંદાજિત કિંમત રૂપિયા ૧૭,૧૦૦ અને ડમ્પર ટ્રકની કિંમત ૩૫ લાખ ગણી કુલ ૩૫,૧૭,૧૦૦નો જથ્થો કબજે કરી પોલીસને સોંપવામાં આવ્યો છે. તો આ ઘટના સમયે જ સ્ટોન રેતી ભરીને નીકળેલા એક ડંપરમાં ઓવરલોડેડ રેતી હોવાથી તેના નવ ટન રેતી જેની કિંમત ૬,૧૧૦ અને ડમ્પરની કિંમત ૯,૫૬,૧૧૦નો મુદ્દામાલ સાથે કુલ વાહન સહીત ૪૪,૭૩,૨૧૦નો મુદામાલ જ કર્યેા કરી ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી અને આ મુદામાલ પોલીસને હાલ સોંપવામાં આવ્યો હતો. આ બાબતની આગળની દંડનીય કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ દ્રારા હાથ ધરવામાં આવશે