જામનગર જિલ્લા સહકારી સંઘ દ્વારા સેમીનાર યોજાયો

  • April 02, 2024 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજય સહકારી સંઘની સહકારી શિક્ષણ અને તલીમ યોજના અન્વયે જામનગર જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે અર્બન કો.ઓ.બેંકોના હોદેદારો ડાયરેકટરો તેમજ અધિકારીઓ મટે એક સેમિનર પ્રશિક્ષણ વર્ગ તા.૨૦-૩-૨૦૨૪ના રોજ જામનગર મુકામે શ્રી સ્વમી વિવેકનંદ ક્રેડીટ કો.ઓ.સોસાયટીનાા ઓડીટોરીયમમાં યોજવામાં આવેલ.

આ કાર્યક્રમમાં નિષ્ણાંત પ્રવચનકાર તરીકે ધી રાજકોટ કોમર્શીયલ કો.ઓ. બેન્કના સી.ઇ.ઓ. ડો. પુરૂષોતમભાઇ પીપરીયાએ બેન્કના વહીવટ અને સંચાલન વિશે તેમજ વાર્ષિક કલોઝીંગ અને બેન્કીંગ રેગ્યુલેશન એકટની અગત્યની કલમો વિશે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. વધુમાં તેમણે જણાવેલ કે સહકારી બેન્કોને સમૃદ્ધ બનાવવામાં બેન્કના હોદેદરો અને દરેક બોર્ડ સભ્યો જાગૃત રહી, બેન્કનો સ્વચ્છ પારદર્શક વહીવટ કરે તે જરૂ​​​​​​​રી છે. તે માટે દરેક બોર્ડ મેમ્બર અભ્યાસુ અને તાલીમ પામેલ, સહકારી અને રીઝર્વબેન્કના કાયદા તથા નિયમોના જાણકાર, દીર્ઘ દ્રષ્ટીવાળા, જ્ઞાતિવાદ વીહીન સંચાલન કરનારા હોવા જોઇએ, સાથે સાથે તેઓએ નાગરિક સહકારી બેન્કોના ડાયરેકટરો અને અધિકારીઓને બેન્કના વહીવટ બાબતે મુંઝવતા પ્રશ્ર્નોનું સરળભાષામાં સમજુતી આપી નિરાકરણ કરેલ.

કાર્યક્રમની શરુઆતમાં સ્વાગત  પ્રવચન કરતા સંઘના પ્રમુખ અને જામનગરના વકીલ જયંતભાઇ સી. વિરાણીએ જણાવેલ કે ભારતમાં સહકારી પ્રવૃતિ લોકોના આર્થિક સામાજીક વિકાસની એક મહત્વની પ્રવૃતિ સબિત થઇ છે. ૧૨૦ વર્ષના ગાળામાં આ પ્રવૃતિએ અનેક ચડતી પડતી જોઇ આજે ગુજરાતમાં ૯૦ હજારથી વધુ જુદા જુદા પ્રકારની સહકારી સંસ્થાઓ આવેલ છે, જેમાં નાણા ધિરનારી સંસ્થાઓ જેવી કે જિલ્લા બેન્કો, નાગરિક બેન્કો, ક્રેડીટ સોસાયટીઓ આજે લોકોને સ્વનિર્ભર બનવામાં મદદરૂ​​​​​​​પ થઇ રહી છે.

કાર્યક્રમના અંતે આભારવિધી કરતા સંઘના માનદમંત્રી વશરામ ચોવટીયાએ સંઘની સહકારી શિક્ષણ તાલીમની માહિતી આપતા જણાવેલ કે બેન્કોની વ્યવસ્થાપક સમિતિ અને કર્મચારીઓએ બેન્કોન આધારસ્તંભ છે. પાયો મજબુત હશે તો જ બેન્કરૂ​​​​​​​પી ઇમારત ટકી શકશે. બેન્કોનું બોર્ડ અને કર્મચારીઓ તાલીમી હશે તો તે જ્ઞાનનો ઉપયોગ બેન્કમાં કરી બેન્કને અર્થક્ષમ બનાવી શકશે અને સભાસદોનો વિશ્ર્વાસ મેળવી શકશે, આ માટે વ્યવસ્થાપક સમિતિ અને કર્મચારીઓએ જયારે જયારે આવા સહકારી શિક્ષણના કાર્યક્રમો યોજાય ત્યારે તેમાં ભાગ લઇ તાલીમ મેળવવી જોઇએ.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application