વીરપુરના સેલુકા ગામે રહેતો માનસિક વિકૃત શખસે ગામમાં જ રહેતી પરિણીતા અને તેની સગીર પુત્રી સામે ગંદા ઇશારા કરી બિભત્સ માંગણી કરતો હોય આ બાબતે સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે પોકસો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લીધો હતો. આ શખસે માત્ર આ માતા પુત્રી જ નહીં પરંતુ છેલ્લા ઘણા સમયથી ગામમાં રહેતી અનેક મહિલાઓ સામે આ રીતે ગંદી હરકતો કરી તેમની પજવણી કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ શખસ સામે ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે અને નરાધમ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
જાણવા મળતી વિગતો મુજબ, વીરપુર તાલુકાના સેલુકા ગામે રહેતી મહિલાએ વિરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં ગામમાં જ રહેતા રાજુ બદરૂભાઈ માંજરીયાનું નામ આપ્યું છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તથા તેની 16 વર્ષની પુત્રી અહીં ઘર પાસે હતા ત્યારે આરોપી રાજુ માંજરીયાએ તેમની સામે પેન્ટની ચેન ખોલી ગુપ્તાંગ બતાવી બિભત્સ માંગણી કરી હતી જેથી આ બાબતે માતા-પુત્રી બંને ગભરાઈ ગયા હતા આરોપીએ એવી ધમકી પણ આપી હતી કે, આ બાબતે પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશ.બાદમાં માતા પુત્રીએ પરિવારજનોને આ વાત જણાવતા પરિવાર હિંમત આપતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મહિલાએ પોતાની ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, વિકૃત માનસિકતા ધરાવતો રાજુ માંજરીયા માત્ર તેમને નહીં પરંતુ ગામમાં અનેક મહિલાઓ સાથે આવી હરકત કરી છે. ગામમાં રહેતી મહિલાઓ સામે તેમની પાસે બિભત્સ માંગણી કરી તેમની છેડતી કરતો હોય જેથી આ શખસના ત્રાસથી કંટાળી અંતે મહિલાએ ફરિયાદ નોંધાવાની હિંમત દાખવી હતી.
મહિલાની ફરિયાદ પરથી વીરપુર પોલીસ મથકના પીઆઇ એસ.જે. રાઠોડની રાહબરીમાં રાઇટર કૌશિકભાઈ સહિતના સ્થાપક આરોપી રાજુ માંજરીયા સામે છેડતી અને પોક્સો એક્ટરની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી આરોપી છેલ્લા એક માસથી ગામમાં આ પ્રકારે બહેન દીકરીઓની છેડતી કરતો હોય તેમની પાસે માગણી કરતો હોય જેથી આ નરાદાન પ્રત્યે ફિટકારની લાગણી વરસી જવા પામી છે અને આરોપી સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech