પરોડીયાના સરપંચ દ્વારા સ્વ ખર્ચ રસ્તો મરામત

  • November 08, 2023 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયાથી પરોડીયા તરફનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો, આ અંગે સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા અસંખ્ય વખત તંત્રને રજૂઆત કરી હોવા છતાં ફળીભૂત ન થતાં પરોડીયાના સરપંચ દ્વારા હકારાત્મક વલણ સાથે રસ્તો સ્વ. ખર્ચે મોરમ પાથરીને મરામતની કામગીરી શરુ કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા પાસે આવેલ સલાયા થી પરોડીયા તરફનો સાતેક કિલોમીટરનો માર્ગ ખુબજ બિસ્માર હાલતમાં હોય આ રોડ રસ્તા પરથી દરરોજ અનેક નાના મોટા વાહનો ની સતત અવર જવર થતી હોય ખરાબ રોડ રસ્તાને લઇ ને લોકોને ભારે હાલાકીનો સામનો વેઠવો પડતો હોય ત્યારે પરોડીયા ગ્રામ પંચાયત દ્વારા અનેક વખત લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાંય આ રોડ રસ્તાને મરામત કરવામાં નહીં આવતા પરોડીયા ગામના સરપંચ દ્વારા સ્વખર્ચે સલાયા થી પરોડીયાને જોડતા માર્ગ પર પડેલા મસમોટા મોટા ખાડાઓમાં ટ્રેક્ટર દ્વારા મોરમ પાથરીને મરામત કામગીરી કરવામાં આવી રહી છે. ખુદ જાતે યુવા સરપંચે આં રોડ માં કાર્યકરો સાથે મોહરમ ભરતી પાવડા વડે પાથરી અને પ્રજાના પ્રશ્નોને હલ કરવા કોશિશ કરી હતી.તેમજ તંત્ર દ્વારા આ રોડ રસ્તાઓને વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ કરાઇ છે. સરપંચ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવતા વાહન ચાલકો અને મુસાફરો રાહતની - લાગણી અનુભવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application