૨.૦૧ લાખનો મુદ્દામાલ કબજે: એસઓજી પોલીસની કાર્યવાહી
ખંભાળિયા તાલુકાના સલાયા ગામેથી એસ.ઓ.જી. પોલીસે ૭.૯૪૬ કિલોગ્રામ ગાંજા સહિત કુલ રૂપિયા ૨.૦૧ લાખના ઝડપાયેલા મુદ્દામાલ પ્રકરણમાં ચાર શખ્સોને સામે ફરિયાદ નોંધાઇ છે.
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા ઓસમાણ હાજી ઘાવડાની વાડીની આગળના ભાગેથી પોલીસે સલાયાના હુસેની ચોક વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં સિક્યુરિટી વિભાગમાં ફરજ બજાવતા અકરમ રજાક ઈશા સંઘાર નામના શખ્સને રૂપિયા ૭૯,૪૬૦ની હિંમતનગર ૭.૯૪૬ કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં પોલીસે મોબાઈલ, મોટરસાયકલ સહિત કુલ રૂપિયા ૨,૦૧,૬૧૦ નો મુદ્દા માલ કબજે કર્યો હતો.
આ પ્રકરણમાં અકરમ સંઘાર સાથે ફરારી એજાજ રજાક સંઘાર, રિઝવાન રજાક સંઘાર અને જીલ ઉર્ફે જીલીયો કેતનભાઈ વાઘેલા (રહે. ખંભાળિયા) સામે પણ પોલીસે એન.ડી.પી.એસ. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech