ખાખીનગરમાં ઇંગ્લીશ દારુના જથ્થા સાથે એક પકડાયો

  • December 07, 2023 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાતમીના આધારે પોલીસ પ્રગટી : કુલ ૫૨ બોટલ કબ્જે

જામનગર શહેરના ખાખીનગરમાં આવેલા એક રહેણાંક મકાનમાં દારુનો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવે છે એવી ચોકકસ બાતમી આધારે સીટી-સી પોલીસે દરોડો પાડી એક શખ્સને શરાબની ૫૨ બોટલો સાથે પકડી લીધો હતો.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ પ્રોહી જુગારના ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ સીટી-સી ડીવીઝન પીઆઇ એ.આર. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ વી.એ. પરમાર તથા સ્ટાફના માણસો સીટી-સી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન પો.કોન્સ હર્ષદભાઇ પરમાર, પો.કોન્સ હોમદેવસિંહ જાડેજા, પો. હેડ કોન્સ. જાવેદભાઇ વજગોળને સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે મનસુખ ઉર્ફે મનુ ઉકા શીંગળ રહે. રિઘ્ધી સિઘ્ધી હોટલ પાછળ, ખાખીનગર જામનગરવાળો પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારુનો જથ્થો રાખી વેચાણ કરે છે. તેવી ચોકકસ હકીકત આધારે રેઇડ દરમ્યાન ભારતીય બનાવટની ઇંગ્લીશ દારુની ૫૨ બોટલ, કુલ કિ. રુા. ૨૬ હજારનો મુદામાલ પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
***
જામનગરમાં દેશી દારુ, ભઠ્ઠીના સાધનો કબ્જે
જામનગરના ખેતીવાડી વિસ્તારમાં આવેલ બાવરીવાસમાં રહેતા વિરમ અમરા સીંગરખીયા નામનો શખ્સે પોતાના રહેણાંક મકાનમાં દેશી દારુની ભઠ્ઠી ચલાવે છે એવી હકીકત આધારે સીટી-સી પોલીસે દરોડો પાડી ૧૦ લીટર દેશી દારુ, ૨૦૦ લીટર આથો, અને ભઠ્ઠીના સાધનો કબ્જે કર્યા હતા, જયારે આરોપી રેઇડ દરમ્યાન હાજર મળી આવ્યો ન હતો.
***
ઘુનડા સીમમાં દેશી દારુ અંગે દરોડો
જામજોધપુરના વેરાવળ ગામમાં રહેતા સલીમ ગુલમામદ રાવકરડા અને અલ્તાફ ગુલમામદ રાવકરડાએ દેશી દારુની ભઠ્ઠી ચલાવે છે એવી બાતમીના આધારે જામજોધપુર પોલીસે ઘુનડા ગામે માઢ સીમ વિસ્તારમાં દરોડો પાડયો હતો, દરોડા દરમ્યાન દેશી દારુ બનાવવાનો ૧૫૦ લીટર કાચો આથો કબ્જે કર્યો હતો, બંને સામે ફરીયાદ નોંધી તપાસ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application