ગ્રીનલેન્ડ ચોકડીથી આજીડેમ ચોકડી તરફ આવતા બુટલેગરે પોલીસને જોઈ દારૂ ભરેલ કાર હંકારી મૂકી હતી.દરમિયાન અકસ્માત થતાં બુટલેગર કાર આજી જીઆઇડીસી પાસે રેઢી મૂકી નાસી છૂટ્યો હતો. પોલીસે ફિલ્મી સ્ટાઇલે કારનો પીછો કરી ૩૬ બોટલ દારૂ સાથે રૂ.૪.૧૮ લાખનો મુદામાલ કબજે કરી કાર રેઢી મુકી નાસી ગયેલા રાહુલ નામના શખસને ઝડપ લેવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુબજ, આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી.જાડેજાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એએસઆઈ રવી વાંક,હારૂનભાઇ ચાનીયા, કોન્સ્ટેબલ જગદીશસિંહ પરમાર અને મહેશ કોઠીવાળને ગ્રીનલેન્ડ ચોકડીથી આજીડેમ ચોકડી તરફ એક સિલ્વર કલરની સ્વીફ્ટ કાર નં.GJ-03-NF-9390 લઈ રાહુલ ભરત ભેંસજાળીયા નામનો શખસ નીકળવાનો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે આજી જીઆઇડીસી પાસે ટીમ વોચમાં હતી. દરમિયાન નીકળેલ સ્વીફટ કાર રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલક કાર લઈ નાશી જતા સ્ટાફે કારનો પીછો કરતા કાર ચાલક પોતાની કાર પુરઝડપે ચલાવી ખોખડદળ પુલ નીચેથી આજીડેમ ચોકડી તરફ જવાના સર્વિસ રોડ ઉપર અજય વે બ્રીજ પાસે પોતાની કારનો કાબુ ગુમાવતા અન્ય વાહન સાથે પોતાની કાર અથડાતા કાર પાવરટેક નામના કારખાના સામે રેઢી મૂકી નાસી ગયો હતો.
જે બાદ પહોંચેલી પોલીસે કારની તપાસ કરતા પાછળની સીટમાં વિદેશી દારૂની ૩૬ બોટલ મળી આવતાં પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂ.૪.૧૮ લાખનો મુદામાલ કબ્જે કરી કાર ચાલક રાહુલ ભરતભાઇ ભેસજાળીયા નામના આ શખસની શોધખોળ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરશિયા યુક્રેન પર પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છેઃ બ્રિટિશ કર્નલની ગંભીર ચેતવણી
June 07, 2025 03:02 PMચીન અને પાકિસ્તાનની નવી ચાલઃ રાફેલને બદનામ કરવા કાવતરું ઘડ્યું, હવે ખુલાસો થયો
June 07, 2025 02:41 PMછત્તીસગઢમાં 45 લાખનું ઇનામ ધરાવતો ટોચનો નક્સલી નેતા ભાસ્કર રાવ ઠાર
June 07, 2025 02:39 PM2.53 લાખનો ચેક રિટર્નના કેસમાં કણજાના પેસ્ટીસાઈડ વેપારી નિર્દોષ
June 07, 2025 02:27 PMફ્લાવર બેડનો મુદ્દો ઉકેલવા સીએમ સમક્ષ કોરપોરેટરોએ માગણી મૂકી
June 07, 2025 02:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech