શાહિદે પત્નીને વેલેન્ટાઇન ગિફ્ટ મોકલી, જોઇને ખફા થઇ ગઇ મીરા

  • February 07, 2023 03:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • બોલીવૂડના ક્યૂટ કપલ શાહિદ અને મીરા વચ્ચે 14 વર્ષનો લાંબો ગેપ
  • શાહિદ કપૂર પ્રથમ વેબ સીરિઝ ફર્ઝીના પ્રમોશનમાં છે આજકાલ વ્યસ્ત




પ્રેમીઓ માટેનો ખાસ દિવસ વેલેન્ટાઇન ડે નજીક આવી રહ્યો છે. આ પ્રસંગ માટે પ્રેમી-પ્રેમીકાઓ એક બીજાને ગિફ્ટ પણ આપતા હોય છે. બી-ટાઉન પણ તેમાં બાકાત નથી. શાહિદ કપૂર અને મીરા રાજપૂત પણ એવા કપલ છે, જેમની ક્યૂટનેસ તેમના ફેન્સ માટે કપલ ગોલ્સ હોય છે. શાહિદ ઘણીવાર તેની પત્નીને ખુશ રાખવા માટે તેણીને સુંદર ભેટો આપતો રહે છે. પરંતુ વેલેન્ટાઈન વીક શરૂ થતા પહેલા શાહિદે મીરાને એવી ભેટ આપી કે તેણીનો મૂડ બગડી ગયો. આટલું જ નહીં, શાહિદે આવું કરવા પાછળ ખુલાસો પણ કરવો પડ્યો.

દિલ્હીની રહેવાસી મીરા રાજપૂતે માત્ર 20 વર્ષની ઉંમરમાં 34 વર્ષના શાહિદ કપૂર સાથે લગ્ન કર્યા હતા. શાહિદે અનેક ઈન્ટરવ્યુમાં બંને વચ્ચેના 14 વર્ષના એજ ગેપનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

હકીકતમાં શાહિદ કપૂરે પત્ની મીરા રાજપૂત અને તેના ભાઈ ઈશાન ખટ્ટરને ઘણી ગિફ્ટ્સ મોકલી હતી. આ જોઈને મીરા અને ઈશાન પણ ખૂબ ખુશ થયા કે શાહિદને તેમના વ્યસ્ત શેડ્યૂલમાંથી તેમને ગિફ્ટ મોકલવા માટે પૂરતો સમય મળ્યો. પણ મીરાએ બોક્સ ખોલતા જ તેમાંથી ફૂલ નીકળ્યા. આ ફૂલો જોઈને તેણી ખૂબ જ ખુશ હતી કારણ કે મીરાને ફૂલો ગમે છે. પરંતુ તેને આ ફૂલોની ગંધ ના આવતા તેણીને ખબર પડી કે આ તો નકલી ફૂલ છે, જેના કારણે તેણીનો મૂડ ખરાબ થઈ ગયો. આ પછી ઈશાને પણ ગિફ્ટ ખોલી અને તેમાં પણ નકલી કૂકીઝ મળી. આ વીડિયોના અંતમાં શાહિદકપૂર પોતે આવીને સ્પષ્ટતા કરે છે કે આ તેણે નહીં પરંતુ તેના પાત્ર સનીએ મોકલ્યા છે.

હકીકતમાં આ આખો મામલો શાહિદ કપૂર અને વિજય સેતુપતિની અપકમિંગ વેબ સિરીઝ 'ફર્ઝી' સાથે જોડાયેલો છે. 'ફર્ઝી' એમેઝોન પ્રાઇમ પર 10 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ સિરીઝમાં શાહિદ અને વિજય સેતુપતિ ઉપરાંત રાશિ ખન્ના, કેકે મેનન, ભુવન અરોરા, રેજિના કેસાન્ડ્રા અને અમોલ પાલેકર જેવા કલાકારો જોવા મળશે.

શાહિદ અને મીરાની વાત કરીએ તો આ કપલ હાલમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નમાં હાજરી આપવા જેસલમેર પહોંચ્યું હતું. શાહિદ, મીરા અને કરણ જોહર એક દિવસ પહેલા જ જેસલમેર એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 7 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કરી રહ્યા છે. આ લગ્ન માટે બોલિવૂડની અનેક હસ્તીઓ પણ જેસલમેર પહોંચી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application