રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં હાલ ચોમાસા પૂર્વે બિયારણની ધૂમ ખરીદી વચ્ચે મગફળીની આવક બંધ કરાઇ છે, મગફળીના ઉપલબ્ધ જથ્થાનો નિકાલ ન થાય ત્યાં સુધી આવક બંધ રાખવા નિર્ણય કરાયો હોવાનું જાણવા મળે છે. આજની હરાજીમાં બિયારણની ખરીદી માટે રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામના ખેડૂતો ઉમટી પડ્યા હતા.
ખેડૂતોએ બિયારણની ખરીદીમાં ઝડપ વધારી
વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના ખેડૂતોમાં મગફળીના બિયારણ માટે બીટી-૩૨, ગિરનાર-૪ અને ૩૯ નંબર બ્રાન્ડની ભારે ડિમાન્ડ છે અને હાલ મગફળીમાં હાલ પ્રતિ ૨૦ કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર રૂ.૧૨૦૦થી ૧૫૭૫ સુધી છે. વહેલા વરસાદની આગાહીને પગલે ખેડૂતોએ બિયારણની ખરીદીમાં ઝડપ વધારી છે.
હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે
વધુમાં યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, નવી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી મગ, મેથી, ચણા, મગફળી, સફેદ તલ તથા સિંગફાડાની આવક સંપૂર્ણ બંધ કરાઇ છે. ઘઉં તથા સુકા મરચાની આવક રજિસ્ટ્રેશનથી ટોકન સિસ્ટમ મુજબ કરવામાં આવી રહી છે. કપાસ, લસણ, તુવેર, જીરૂ, એરંડા, કલોંજી, જુવાર, કાળા તલ, વરીયાળી, રાજમા તથા વટાણા તેમજ ઉપરોક્ત સિવાયની અન્ય જણસીઓની આવકને ૨૪ કલાક રાબેતા મુજબ એન્ટ્રી અપાશે. હવામાનની આગાહીને ધ્યાને લઇ યાર્ડમાં માલ સલામત રીતે ઢાંકીને લાવવાનો રહેશે તેમજ તમામ જણસીઓની હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે.
યાર્ડમાં સીઝનનું છેલ્લું પખવાડીયું
રાજકોટ માર્કેટ યાર્ડમાં હાલ તલ સહિતના ઉનાળુ પાકોની જણસીઓની ધૂમ આવક થઇ રહી છે, તા.૧૫ જુનથી વિધિવત ચોમાસુ શરૂ થતાની સાથે યાર્ડમાં ચાર મહિના સુધી ઓફ સીઝન શરૂ રહેશે. આથી ખેડૂતો પણ માલ વેંચવા ઉતાવળા બન્યા છે. વહેલા વરસાદની આગાહી હોય યાર્ડ પણ કોઇ જોખમ લેવા માંગતુ ન હોય પ્લેટફોર્મ નીચે સમાવી શકાય તેટલી જ જણસીઓને એન્ટ્રી અપાઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech