બેંગલુરૂમાં RCBની વિક્ટ્રી પરેડમાં મોતના તાંડવ પહેલા ઉમટેલી ભીડની જુઓ તસવીરો, લોકો એટલા ઉમટ્યા કે સ્થિતિ પોલીસના કંટ્રોલ બહાર જતી રહી

  • June 04, 2025 06:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની વિક્ટ્રી પરેડમાં ભાગદોડ થતા 7 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ મોતના તાંડવ પહેલા લોકોની ભીડની તસવીરો સામે આવી છે.  સ્થાનિક મીડિયા અનુસાર 50 હજારથી વધુ લોકો હાજર હતા. 

નાસભાગમાં 20 લોકો ઘાયલ થયા છે. એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ભીડમાં એક બાળક પણ બેભાન થઈ ગયું હતું, જેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. આ ઘટના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર બની હતી.


એરપોર્ટ પર હજારો લોકો હાજર હતા

જ્યારે ટીમ એરપોર્ટ પહોંચી ત્યારે હજારો લોકો ત્યાં હાજર હતા. ટીમ હોટલથી વિધાનસભા માટે રવાના થઈ. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ વિધાનસભામાં ટીમના ખેલાડીઓને મળ્યા. ટીમ વિધાનસભા પહોંચી ગઈ છે.


RCBએ ગઈકાલે IPLમાં તેનું પહેલું ટાઇટલ જીત્યું. ટીમે પંજાબ કિંગ્સ (PBKS)ને 6 રનથી હરાવ્યું. આ સાથે IPLને 18મી સીઝનમાં તેનો 8મો ચેમ્પિયન મળ્યો.

  

રાજકોટનો લોકમેળો રેસકોર્સ મેદાનમાં જ યોજાશે, લોકમેળા સમિતિ દ્વારા 14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી પાંચ દિવસ આયોજન, સ્ટોલ/પ્લોટ માટેની અરજી, ડ્રો તથા હરરાજીનો કાર્યક્રમ જાહેર કરાયો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application