ભાવનગરના ડો.શૈલેષ જે.પી.વાલા લોકડાઉનમાં કઈ રીતે સમય પસાર કરે છે જુઓ... 

  • October 28, 2020 11:34 AM 

લોકડાઉ ન ની સ્થિતિમાં સામાન્ય માણસથી લઈ કલાકારો કઈ રીતે સમય પસાર કરે છે તે આપણે જોયું, પણ એક ડોકટર આ સમયમાં શું કરે છે તે જોઈએ.. 

કોરોનાની મહામારી વચ્ચે જાહેર કરેલા લોક ડાઉન ને પગલે સૌ કોઈ ઘરમાં જ રહે છે. સામાન્ય માણસથી લઈને કલાકારો એમ સૌ કોઈ પોતાના પરિવાર સાથે સમય વ્યતીત કરતા નજરે પડે છે. ત્યારે કોરોનાના આ કહેર વચ્ચે પણ પોલીસ, મીડિયા કર્મીઓ અને ડોકટર ૨૪ કલાક પોતાની ફરજ અદા કરતા જોવા મળે છે. એમાં પણ વાત કરવામાં આવે ડોકટરની... તો ડોક્ટર્સ ને ભગવાનનું બિરુદ આપવામાં આવે છે. કોરોના વાયરસ વધતા જતા વ્યાપ વચ્ચે પણ આ લોકો તેનું કાર્ય એકદમ નિષ્ઠા પૂર્વક કરતા હોય છે. ત્યારે અત્યારે આપણે એક એવા ડોકટરની વાત કરશું કે જેને આ મહામારીમાં થોડો એવો સમય પોતાના પરિવાર સાથે માણવા મળ્યો છે. ભાવનગરના આ દોકતરનું નામ શૈલેષ જે.પી. વાળા છે. આજ દિન સુધી તેઓએ તમામ બીમાર વ્યક્તિની ખૂબ જ મદદ કરી છે અને તેઓને સાજા કર્યા છે. ત્યારે હાલ આ લોકડાઉ ન માં તે કેવી રીતે પોતાનો ટાઈમ સ્પેન્ડ કરે છે તેવો વિડિયો સામે આવ્યો છે... આ ડોકટર પોતાના પૌત્ર સાથે મજા માણતા નજરે પડે છે. આ લોક ડાઉન ના તણાવભર્યા વાતાવરણમાં પણ તે હસી ખુશી તેનો સમય તેના પરિવારને આપી રહ્યા છે અને પરિવારજનો અને એમાં પણ ખાસ તેના પૌત્ર સાથે આનંદ માણતા નજરે પડે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS