દિશા પટાની પૂલમાં સનબાથ લેતી મળી જોવા, 9 કલાકમાં ફોટોને મળી આટલી લાઇક્સ, જુઓ ફોટો

  • February 17, 2021 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટાની તેની ગ્લેમરસ તસવીરોને કારણે ખૂબ જ ચર્ચામાં છે. તે તેની હોલીડે તસ્વીરની સાથે તેના ફોટોશૂટના ફોટા પણ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી રહે છે. તેને બીચ અને પૂલની તસવીરો શેર કરવાનું પસંદ છે. દિશા પટાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની એક તસવીર શેર કરી છે.
 

દિશા પિંક અને બ્લુ બિકિનીમાં પૂલમાં ઉભી જોવા મળી રહી છે. તેમની આ તસવીર પર ઘણા યુજર્સની લાઈક અને ટિપ્પણીઓ આવી રહી છે. આ પહેલીવાર નથી જ્યારે દિશાએ પોતાની ગ્લેમરસ તસવીરોથી આવા લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ પહેલા અભિનેત્રી બીચ પર વ્હાઇટ બિકિનીમાં પણ પોઝ આપતી જોવા મળી હતી.
 

દિશાની આગામી ફિલ્મ 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' સલમાન ખાન સાથે છે. આ ફિલ્મ આ વર્ષે ઈદમાં રિલીઝ થશે. આ સિવાય તેણે પોતાની આગામી ફિલ્મ વિલન 2ની પણ તૈયારી શરૂ કરી દીધી છે, જેમાં તે જ્હોન અબ્રાહમ અને અર્જુન કપૂર સાથે જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન મોહિત સૂરી કરશે અને આ ફિલ્મ 11 ફેબ્રુઆરી, 2022ના રોજ રીલિઝ થશે. દિશા અગાઉ મોહિત સુરીની ફિલ્મ 'મલંગ'માં પણ કામ કરી ચૂકી છે, જેણે રિલીઝના એક વર્ષ પૂરા કર્યા છે. આ સાથે તે ફિલ્મ KTinaમાં પણ જોવા મળશે, જેમાં અક્ષય ઓબેરોય અને સન્ની સિંહ છે. એકતા કપૂર આ ફિલ્મ બનાવી રહી છે.
 

દિશાએ 2015માં તેલુગુ ફિલ્મ 'લોફર' થી ફિલ્મની શરૂઆત કરી હતી, જેમાં તે વરૂણ તેજની સાથે જોવા મળી હતી. આ પછી, 2016માં, તેણે નીરજ પાંડેની 'એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. તેમાં તેણે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને કિયારા અડવાણી સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી હતી. આ પછી દિશાએ 'બાગી 2', 'ભારત' અને 'મલંગ' ફિલ્મો કરી છે. તે 2017માં જેકી ચેન સાથેની ચીની ફિલ્મ 'કુંગ ફુ યોગા'માં પણ જોવા મળી હતી. આ સિવાય તેણે કારકિર્દીની શરૂઆતમાં ટાઇગર શ્રોફ સાથે એક મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું હતું, ત્યારબાદ બંનેના અફેરની ચર્ચા ઘણીવાર સાંભળવા મળે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS